પુત્ર પોતાની પત્ની સાથે રાત્રે લગ્નમાં જતો હતો ત્યારે પોતાના માતા-પિતા વચ્ચે બોલાચાલી ચાલતી હતી,લગ્ન પતાવી મોડી રાત્રે પરત આવ્યા ત્યારે પુત્રએ લોહીથી લથપથ હાલતમાં પોતાની માતાની લાશ જોઈ.

રાજપીપળા:નાંદોદ તાલુકાના મૂળ મોટા રૂંઢ ગામના અને હાલ રાજપીપળાના કાળકા માતાજીના મંદિરે રહેતા એક આધેડ પોતાની પત્નીની આડા સબંધના વેહમે હત્યા કરતા ચકચાર મચી છે.જો કે પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ પોતે જ રાજપીપળા પોલિસ મથકમાં હાજર થઈ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.આ મામલે પોલિસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળાના કાળકા માતાજીના મંદિર પાસે આશરે 60 વર્ષની ઉમરનાં જાદવ ભીખા વસાવા પોતાની પત્ની સાવિત્રી વસાવા(ઉ.વ.50) તથા પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે.જાદવ અને સાવિત્રી વચ્ચે અવારનવાર બોલાચાલી થયા કરતી હતી.તો બુધવારે રાત્રે 11 વાગે પુત્ર મહેન્દ્ર પોતાની પત્ની સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતો હતો ત્યારે પણ પોતાના માતા-પિતા વચ્ચે બોલાચાલી ચાલતી જ હતી.પણ મહેન્દ્ર જ્યારે લગ્ન પતાવી લગભગ 1 વાગે ઘરે પરત આવ્યો ત્યારે એના પિતા ઘરે હાજર ન હતા.આ બાબતે એણે પૂછવા પોતાની માતાને ઉઠાડવા ગયો ત્યારે લોહીથી લથપથ હાલતમાં લાશ જોતા એ ચોંકી ગયો અને આસપાસના લોકોને જાણ કર્યા બાદ વહેલી સવારે આ મામલે પોલિસને જાણ કરી.જોકે પોલીસ આરોપીને શોધે એ પેહલા જ જાદવ જાતે જ રાજપીપળા પોલીસ મથકમાં હાજર થઈ ગયો અને પોતાની પત્નિ સાવિત્રીને આડા સબંધના વેહમેં મારી નાખી હોવાનો ગુનો પણ કબૂલી લીધો.બાદ પુત્ર મહેન્દ્રએ પોતાની માતાના હત્યારા પિતા વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો અને રાજપીપળા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY