Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રાવણ માસમાં વધુ વરસાદ વર્ષે,નર્મદા ડેમમાં પાણીની આવક થાય માટે મેં મહાદેવનો લઘુરુદ્ર કર્યો છે:ભુપેન્દ્રસિંહ ચુડાસમા.

Share

મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ હોવાથી નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટી રહી છે એ બાબતે સરકાર પણ ચિંતિત:ભુપેન્દ્રસિંહ ચુડાસમા.

Advertisement

શ્રાવણ માસના પ્રથમ દિવસે જ કેવડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ સુલપાણેશ્વર મહાદેવ મંદિરે ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ મહાદેવની લઘુરુદ્ર કરી પૂજા અને પ્રાર્થના કરી.

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો થવા માંડ્યો છે.અને આજે સરદાર સરોવર નર્મદા ડેમનું CHPH પાવર હાઉસનું એક યુનિટ પણ બંધ કરવાની સરકારને ફરજ પડી છે.જેથી ગુજરાત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે અને સરકાર ચિંતિત બની છે.આજે સરકારના મંત્રીઓ પણ પ્રભુ પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે સરદાર સરોવરના ઉપરવાસમાં સારો વરસાદ થાય અને જેથી પાણીની આવક થાય તો આવનારા દિવસોમાં ગુજરાત પર જળસંકટ ન વકરે.આજે શનિવારે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ કેવડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ સુલપાણેશ્વર મહાદેવ મંદિરે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા અને રાજ્યના પ્રવક્તા ભરત પંડયાએ મહાદેવને લઘુરુદ્ર કરી પૂજા અને પ્રાર્થના કરી હતી.
ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદ નથી જેના કારણે નર્મદા ડેમ ખાલી ખમ્મ છે.જેથી નર્મદા ડેમની જળ જળસપાટી 111 મીટરથી પણ નીચે જતી રહી છે.ત્યારે આજે શનિવારે અષાઢી અમાસે શ્રાવણ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ નર્મદા કિનારે આવેલા કેવડિયા સ્થિત શૂલપાણેશ્વર મહાદેવ મંદિર લઘુરુદ્ર પૂજા કરી હતી. સરદાર સરોવર નર્મદા ડેમ ચોમાસામાં ખાલી ખમ્મમ છે જેનું મુખ્ય કારણ એ છે કે નર્મદા ડેમ ઉપરવાસમાં વરસાદ નથી તો આવા કપરા સમયે મેઘરાજા માની જાય અને ગુજરાત અને મધ્યપ્રદેશમાં વરસાદ ભરપૂર પડે અને નર્મદા ડેમ પાણીથી છલકાઈ જાય તે માટે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નર્મદા જિલ્લાના કેવડિયા નજીક નર્મદા કિનારે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્રની પૂજા કરી છે.

આ બાબતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મને સુલપાણેશ્વર મહાદેવ દાદા પર ઘણો વિશ્વાસ છે. અગાઉ પણ મેં ડેમની ઉંચાઈ ન વધતા ડેમની ઊંચાઈ વધારવા સંકલ્પ કર્યો હતો એ મારો સંકલ્પ પણ ભગવાને પૂર્ણ કર્યો હતો.આજની પરિસ્થિતિ જોતા ગુજરાતમાં વરસાદ પણ ઓછો વર્ષયો છે અને નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ વરસાદ ઓછો હોવાથી નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટી રહી છે.જે બાબતે સરકાર પણ ચિંતિત છે.ગુજરાતમાં સારો વરસાદ વર્ષે અને નર્મદા ડેમમાં પાણીની આવક થાય એ માટે મેં શ્રાવણ માસના પહેલા દિવસે સુલપાણેશ્વર મહાદેવ દાદા લઘુરુદ્ર પૂજા પ્રાથના કરી છે.


Share

Related posts

ઝધડિયા તાલુકાનાં ઉમલ્લાથી પાણેથાનો રોડ ચંદ્રની સપાટી જેવો.

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુરના રંગલી ચોકડી ખાતે કોલેજના નવા વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં મહંમદપુરા વિસ્તારમાં સામાજિક અંતરને લઈને લારીવાળાને નહીં ઉભા રાખવાની સુચના બાદ અહીંના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરતાં આજે લારીઓ ઉભી રાખવાની મંજૂરી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!