Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકારનુ ભ્રષ્ટ્ર અને નિષ્ફળ તંત્ર લાચાર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનુ આવેદન

Share

શહેરા,

Advertisement

પંચમહાલ જિલ્લા ના શહેરામાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ભાજપ સરકારમાં દારૂ જુગાર, ખુન લુટ, બળાત્કાર જેવી અસામાજીક પ્રવૃતિ ઓના કિસ્સાઓમા વધારો થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણીઓ અને કાર્યકરોએ મોઘવારી અને બેરોજગારી , કાયદાની કથળતી પરિસ્થિતી સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

શહેરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણી ઓ અને કાર્યકરો એકત્રિત થયા હતા વધતી જતી મોઘવારી અને બે રોજગારી સહિત ના બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા તાલુકા કોંગ્રેસ ના અગ્રણી ઓ એ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવામા આવ્યુ હતું કે રાજયમાં છેલ્લા 10 વર્ષમા આર્થિક ગુના ચીટ ફંડમા ભાજપ સરકારની નિષ્ફળતાથી મધ્યમ અને ગરીબ લોકોએ 1 લાખ કરોડથી વધુ રકમ ગુમાવી છે. યુવાનોમા નશાખોરીનુ પ્રમાણ ભયજનક હદે વધી રહ્યુ છે. રાજ્ય સરકારે પોતે જ સમયે પરિસ્થિતી કથળી ગયાનો સ્વીકાર કરીને સ્થાનિક સ્વરાજની ચુટણી પાછી ઠેલાવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.ગુનાખોરીંમાં મા ગતિશીલ હોવાનુ જણાય છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં કરોડો રુપિયાનો દારુ ઠલવાય છે. કાયદો અને અને વ્યવસ્થા જાળવાની જવાબદારી રાજ્ય સરકારની છે. જેમા ભાજપ સરકારનુ ભષ્ટ્ર અને નિષ્ફળ તંત્ર લાચાર બની ગયુ છે. બુટલેગરો બેફામ બની ગયા હતા.રાજ્યમા મોઘા શિક્ષણ અને બેરોજગારીની સમસ્યાથી ઉભો થયેલ આક્રોશ જુદાજુદા સમાજ દ્વારા આંદોલન સ્વરુપે આક્રોશ બહાર આવી રહ્યો છે. રાજયમા વધી રહેલા ચોરી લુંટ, ધાડ બળાત્કાર અપહરણ અને દારુ જુગારના અડ્ડા જેવી અસામાજીક પ્રવૃતિઓના થયેલ વધારાની બાબતે સલામત ગુજરાત ભાજપ સરકારનો ખોખલા દાવાનો પરપોટો ફોડી નાખ્યો છે. આર્થિક ગુનેગારો નશીલા પદાર્થોના વેપાર કરનારાઓ ખનીજ લુટનારાઓ ,ગુંડાઓને જાણે રાજકીય આશ્રય મળી રહયો હોય તેવુ ભયજનક વાતાવરણ સર્જાયું છે. રાજ્યમા સામાન્ય પ્રજાજનોને જાનમાલની સુરક્ષા અને સલામતી પુરી પાડવામા આવેતેવી તાકીદ આવેદનપત્રમા કરવામા આવી છે . આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ અગ્રણી તખતસિંહ સોલંકી, દુષ્યતસિંહ ચૌહાણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરતસિહં પટેલ, પી,કે, બામણીયા, રંગીતસિંહ પગી, સહીત કાર્યકરો આવેદનપત્ર હાજર રહયા હતા.


Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પર ભરૂચના પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઈ પટેલ ઉમેદવાર તરીકે આવે તેવી સમગ્ર પંથકમાં તીવ્ર ઈચ્છા.લોકસભાના સભ્ય ન હોવા છતાં જે ભરૂચ સંસદીય મત વિસ્તારના વિકાસની ચિંતા કરે છે તેવા એહમદભાઈને ઉમેદવાર તરીકે ઇચ્છતા લોકો …

ProudOfGujarat

ગાંધીજયંતી વિશેષ: ગોધરામાં પણ આવેલો છે. ગાધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ

ProudOfGujarat

ખેડા પાસે ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારતાં પિતા-પુત્ર પૈકી પિતાનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!