શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામે આજે ગણપતિ વિસર્જન કરવામા આવ્યુ હતુ.
ગામના મંદિર ફળિયામા જય ગણેશ યુવક મંડળ દ્રારા સ્થાપના કરવામા આવી હતી.ગ્રામજનોના દસ દસ દિવસ ગણેશદાદાની પુજન અર્ચન આરતી કરી ધન્યતા અનુભવી હતી.દસ દસ દિવસનુ આતિથ્ય માણ્યા બાદ મંગલિયાણાના ગ્રામવાસીઓએ આજે ગણેશદાદાની વિદાય આપવામા આવી હતી.ડી.જે ના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગ્રામવાસીઓ દ્રારા “ગણપતિ બાપા મોરીયા” અગલે બરસ તુ જલદી આના” ના નારા સાથે બાપાને ભાવભરી વિદાય આપવામા આવી હતી.
અને મંગલિયાણા ગામના તળાવમા વિસર્જન કરવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY