ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2018માં લેવાનાર ધો.10 અને ધો.1ર (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દેવામાં આવેલ છે.

જેમાં ધો.10 અને 1ર (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા તા.12 માર્ચથી પ્રારંભ થશે. જયારે વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનો તા.17 માર્ચથી પ્રારંભથી થશે. ધો.10ની પરીક્ષા તા.12 માર્ચથી પ્રારંભ થયા બાદ તા.23 માર્ચના રોજ પૂર્ણ થશે. આ પરીક્ષાના પેપરો દર વર્ષના ટાઇમ ટેબલની માફક જ એકાંતરા લેવામાં આવશે. જયારે ધો.12 સામાન્ય પ્રવાહ તેમજ ઉ.ઉ.બુ. પ્રવાહની તા.12 માર્ચ થી પ્રારંભ થઇ તા.28 માર્ચ સુધી ચાલનાર છે. જયારે વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા તા.17 થી પ્રારંભ થઇ 28 માર્ચ સુધી ચાલનાર છે.

શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાના જાહેર કરાયેલા ટાઇમ ટેબલમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ધો.10 અને 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષાની સાથે તા.12 માર્ચથી શરૂ થઇ તા.22 માર્ચ સુધી ચાલનાર છે. બોર્ડની આ પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ રાજયભરમાં આપનાર હોય, પરીક્ષાના ટાઇમ ટેબલ અંગે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હતા. તેનો અંત આ ટાઇમ ટેબલમાં જાહેર

સૌજન્ય