સૌજન્ય-સુરતઃ એશિયન ગેમ્સમાં પણ આ વખતે ભારતીય મહિલાઓએ મેદાન મારીને અનેક યુવતીઓ અને મહિલાઓને પ્રેરણોના પથ પુરુ પાડ્યો છે. ત્યારે આગામી સપ્તાહમાં જયપુરમાં યોજાનારી જયપુર ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોન 2018માં સુરતની ન્યુટ્રિશ્યનીસ્ટ અને બે બાળકોની માતા ડયુઆથ્લોનમાં ભાગ લઇને એ વાતની સાબિતિ આપવાની છે કે ઘર,સંસાર કે કરિયરની સાથે પણ મહિલા ધારે તે કરી શકે છે.ગમતી વસ્તુ માટે ઉમરનો કોઇ બાધ નડતો નથી.

20 કિ.મી. સાયકલિંગ અને 5 કિ.મી. રનિંગ કરશે

જયપુરના ભારતીય વિદ્યાભવન ખાતે 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસ માટે જયપુર ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોન 2018નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતની ન્યુટ્રિશ્યનીસ્ટ હિના જુનેજા ભાગ લેવાની છે.મહત્ત્વવી વાત એ છે કે હિના બે બાળકોની માતા હોવા છતા સ્પર્ધામાં આત્મવિશ્વાસ સાથે ભાગ લેવા પુરી તૈયારી કરી રહ્યા છે.ડયુઆથ્લોન એટલે એમાં 5 કિ.મી. રનીંગ કરવાનું હોય, તે પછી તરત 20 કિ.મી. સાયકલિંગ અને તરત જ ફરી 5 કિ.મી, રનિંગ કરવાનું હોય છે.આવી ટફ કોમ્પિટિશનમાં ફુલ એર્નજીની જરૂર પડતી હોય છે.હિના સાયકલિંગની સ્પર્ધામાં નેશનલ લેવલે અનેક ઇનામ જીતી ચુક્યા છે, પણ રનીંગ તેમના માટે પહેલો પ્રયાસ છે.

4 મહિનાથી કરે છે પ્રેક્ટિસ

હિના જુનેજાને સાયકલિંગ પ્રત્યે જબરદસ્ત લગાવ છે.ડયુઆથ્લોનની ટ્રેનિંગ હિના સુરતની ટ્રાયથ્લોની ઇન્ટરેનેશનલ ચેમ્પિયન પુજા ચૌરૂષી પાસે લઇ રહ્યા છે. પુજાએ કહ્યું હતું કે દોડવા માટે અને સાયકલિંગ માટે માઇન્ડ અને બોડીનું બેલેન્સ ખુબ જરૂરી હોય છે. આ ર્સ્પધા એવી છે જેમાં બોડીની ફીટનેસ તો જોઇએ પણ લો બોડીની ફિટનેસ પર વધારે ધ્યાન આપવું પડે. સાથે સાથે વિલ વાપર પણ એટલો જ જરૂરી હોય છે. દોડતી વખતે કદાચ શરીર થાકી જાય પણ વિલ પાવર સ્ટ્રોંગ

LEAVE A REPLY