Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત સિવિલ હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગમાં લાગી આગ, દર્દીઓમાં ભાગદોડ

Share

સુરતઃ સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ડાયાલિસીસ વિભાગમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આગના પગલે ડાયાલિસીસના વિભાગ ધુમાડાથી ભરાઈ જતા તમામના જીવ અધ્ધર થઈ ગયા હતા. તાત્કાલિક ફાયરને જાણ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એસીમાં લાગેલી આગને ફાયરના જવાનોએ કાબુમાં લીધા બાદ તમામે હાશકારો અનુભવ્યો હતો.
બે ડાયાલિસીસ અને એક વેન્ટિલેટર સહિત મશીનો બળીને ખાખ

Advertisement

સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે 2.30 કલાકે ડાયાલિસીસ વિભાગમાં આવેલા એસીમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નાકળી હતી. જેથી દર્દીઓ, સગાઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલિક ફાયરને જાણ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એસીમાં લાગેલી આગને ફાયરના જવાનોએ કાબુમાં લીધા બાદ કર્મચારીઓએ હાશકારો લીધો હતો. ડાયાલિસીસ વિભાગના 5-6 દર્દીઓને તાત્કાલિક બીજા વોર્ડમાં ખસેડાયા હતા. આગમાં બે ડાયાલિસીસ અને એક વેન્ટિલેટર સહિત મશીનો બળીને ખાખ થઈ ગયા હતા. એસીમાં આગ વાયરીંગના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.સૌજન્ય


Share

Related posts

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા ઓનલાઇન શોર્ટ ફિલ્મ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

પહેલી બુલેટ ટ્રેન સુરત-બીલીમોરા વચ્ચે 2022માં શરૂ થવાની સંભાવના, આઝાદીના 75માં વર્ષને યાદગાર બનાવવા પ્રયાસ..

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં સતત સાતમી વખત અરૂણસિંહ રણા બિનહરીફ ચેરમેન તરીકે નિમાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!