સૌજન્ય/સુરત: જે ઘરમાં બહેનએ ભાઈને આશરો આપ્યો તે જ ભાઈએ પોતાની સગી બહેનની દિકરી પર જ દાનત બગાડી હતી. કામરેજ નજીક લસકાણા ગામે ભાડેના મકાનમાં રહીને મજૂરીકામ કરતા પરિવારની 14 વર્ષની તરૂણીને તેના સગામામાએ સોમવારે મળસ્કે ટેરેસ પર બળાત્કાર કર્યો હતો.
તરૂણી તેના માતા-પિતા અને ભાઈ સાથે ટેરેસ પર સૂતી હતી તે વખતે આ ઘટના બની હતી. તરૂણીએ સોમવારે સાંજે તેની માતા નોકરીએથી આવી ત્યારે મામાની કરતૂતો વિશે વાત કરી હતી. માતાએ તરૂણીના પિતાને વાત કરતા તેઓ સાળાની સામે કાર્યવાહી કરવા માટે મોડીરાત્રે સરથાણા પોલીસ સ્ટેશને ગયા હતા

LEAVE A REPLY