(તલ્હા ચાંદીવાલા, સુરત)

સુરત શહેરની મહિલાઓ એવું માને છે કે મુસ્લિમ મહિલા લગ્ન અને તલાક ધારો(મુસ્લિમ પર્સનલ લો)કાનુન – ૨૦૧૭ લોકસભામાં મુસ્લિમ ધાર્મિક વિદ્વાનોઅને બુદ્ધિજીવીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા વિના ઉતાવળે પસાર કરી દેવાયો છે. સુપ્રીમ કોર્ટના ૨૨-૮-૨૦૧૭ નાં જજમેન્ટ પછી આવા કોઈ બિલની જરૂર હતી જ નહિ, આ બિલ અસામાજિક છે, જેમ કે તેમાં સિવિલ મેટર્સમાં ક્રિમીનલ મેટરની જેમ સજાની જોગવાઈ છે.

મુસ્લિમ બહેનો આ બીલને નકારી કાઢિએ છીએ અને આપણે આગ્રહ કરીએ છીએ કે આ બિલ ભારતના સંવિધાન અને મહિલાઓના અધિકારની વિરુદ્ધ છે.

અમે ભારતના રાષ્ટ્રપતિના તાજેતરના જોઈન્ટ પાર્લમેન્ટરી પ્રવચન દરમ્યાન સ્ત્રીઓ માટે કહેલા શબ્દો “Muslim women were captures to political cause & this bill will emancipate them and give honour & dignity ” થી ઘણો જ આઘાત લાગ્યો છે અને તમામ મુસ્લિમ મહિલાઓની લાગણી દુભાઈ છે. આ પ્રકારની ટિપ્પણીઓ અને શબ્દો દેશના સહુથી મોટા લઘુમતી સમુદાય પર સીધો શાબ્દિક પ્રહાર છે અને અપમાનજનક છે.

અમે વર્તમાન સરકારે રાષ્ટ્રપતિના માધ્યમથી કરેલ આવા અભિગમનો વિરોધ કરીએ છીએ.

અમારી માંગણી છે કે, મુસ્લિમ મહિલાઓ વિષે કહેલા આ શબ્દો પાર્લામેન્ટનાં પ્રવાચનમાંથી દૂર કરવામાં આવે. સરકારને સલાહ અને માર્ગદર્શન આપે કે દેશના સૌથી મોટા લઘુમતી સમાજની લાગણીઓને આ રીતે આઘાત ન પહોંચાડે.