લીંબડી તારીખ ૯/૯/૧૮ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર , ૯૦૩૩૯૫૮૫૦૦

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં હાલમાંજ વિરોધ્ધ થયો હતો, તો આજે લીંબડી નગર પાલીકામાં પણ કારોબારીમાં હાજર નહી રહિને નગરપાલીકા ઉપ પ્રમુખ દેવુભાઇ ભરવાડ અને અન્ય છ સભ્યોએ વિરોધ્ધ નોધાવ્યો હતો . હાલ લીંબડી નગર પાલીકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ઉપપ્રમુખ છે ત્યારે હાલના પ્રમુખની કામગીરીથી નારાજગી રાખીને ભારતીય જનતા પાર્ટીના નગર પાલીકા ઉપપ્રમુખ દેવુભાઇ ભરવાડ, સભ્યો ચીકાભાઇ , જયેશ્રીબેન, રતનબેન, ઉર્મીલાબેન , ધનજીભાઇ, ધર્મીષ્ઠાબા એ પોતાની ગેર હાજરી નોંધાવી હતી અને બી.જે.પી.ના સભ્ય પ્રતિભાબેન રજા ઉપર રહયા હતા , તો બીજી તરફ કોગ્રેસના બાર સભ્યો માંથી આઠ સભ્યો હાજર રહયા હતા આજની આ કારોબારી પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં અાવી હતી

આ બાબતે જયારે નગર પાલીકા પ્રમુખ ના વિરોધ્ધ બાબતે ઉપ પ્રમુખ સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવેલ કે હાલના નગર પાલીકાના પ્રમુખ ધીરૂભાઇ ખાંદલા કોઇપણ વહિવટ કરવાનો હોય તો શહેર પ્રમુખ દલસુખભાઇને પુછીને કરી રહયા હોય તેમ જણાવવામાં આવેલ હતું સાથે સાથે એમ પણ જણાવેલ કે અમે તમામ ગેરહાજર રહેલ સભ્ય ભારતીય જનતા પાર્ટી પક્ષને વફાદાર છીએ અને ભવિષ્યમાં વફાદાર રહિશું અમારે અમારા પક્ષ સાથે વિરોધ્ધ નથી વિરોધ્ધ છે તો પ્રમુખ અને શહેર પ્રમુખ સામે તેમજ આજની કારોબારીમાં સામાન્ય મુદ્દાઓ સાથે યોજવામાં આવી હતી અને આ કારોબારીમાં ગેર હાજર રહિને નગરપાલીકા કારોબારીમાં ઉપપ્રમુખ સહિત અન્ય સભ્યોએ વીરોધ્ધ નોંધાવ્યો હતો

LEAVE A REPLY