Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચોમાસામાં 4 માસ બંધ રહ્યાં બાદ સિંહ દર્શન માટે જંગલનાં દ્વાર ખુલ્યા, પર્યટકો ઉમટ્યાં

Share

 

સૌજન્ય-તાલાલા: ગીર જંગલનાં દ્વાર મંગળવારે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાતા સાસણ આરક્ષીત અભયારણ અને દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા દરરોજ નકકી કરવામાં આવેલી તમામ પરમીટો વેંચાઇ હતી. સાસણ વન વિભાગ દ્વારા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવેલ અને શુભેચ્છા સાથે સ્વચ્છતાનો સંદેશ આપી પ્રવાસીઓને જંગલ દર્શન માટે રવાના કર્યા હતાં.

Advertisement

સાસણ અભયારણ્ય અને દેવળીયા પાર્કમાં સો ટકા પરમીટો વેચાઇ
ચોમાસાનાં ચાર માસ બાદ ગીરનું જંગલ મંગળવારે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ. ગીર અભયારણમાં ઇસ્યુ કરાતી 150 પરમીટો તમામ વેંચાઇ હતી. જયારે દેવળીયામાં જાળીવાળી જીપ્સીનાં નવા કોન્સેપ્ટને ભારે પ્રતિસાદ મળતા દર કલાકે દસ જીપ્સીનાં કવોટામાં 6 કલાકની 60 જીપ્સીઓ સામે 58 જીપ્સીઓમાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગયેલા. વેકેશન બાદ 2018-19ની સિઝનનાં પ્રથમ દિવસે સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓનું સાસણ વન્ય પ્રાણી વિભાગે સ્વાગત કરેલ અને જંગલ દર્શન દરમિયાન નિયમોનું પાલન કરવા ઉપરાંત ગીર જંગલને પ્લાસ્ટીક મુકત જંગલ બનાવવાનાં વન વિભાગનાં પુરૂષાર્થને સહકાર આપવાની અપીલ સાથે વાસીઓને જંગલમાં રવાના કરાયા હતાં. પ્રવાસીઓને ડેડકડી, કેરંભા, કમલેશ્વર વિસ્તારમાં સિંહ પરિવારો જોવા મળતા પ્રવાસીઓ આનંદીત બની ગયા હતાં. આગામી દિવસોમાં દિવાળીનાં તહેવારો દરમિયાન દેશ ભરમાંથી પર્યટકોનો ભારે ઘસારો રહેશે અને વિદેશી પર્યટકોમાં પણ સિંહ દર્શનનું જબરૂ આકર્ષણ છે.


Share

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરાઈ.

ProudOfGujarat

ગોધરામાં મકાનનો પાયો ખોદતાં માટી ધસી પડતાં એકનું મોત

ProudOfGujarat

વડોદરામાં ખાનગી ટ્યુશન ક્લાસીસના બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી : બે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!