પોર ગામ માં ઠેરઠેર જગ્યાએ પાણી પુરી જેવી અલગ અલગ લારીઓ ધમધમે છે. અને આરોગ્ય ખાતું ખાલી વડોદરા સીટી માં જ કાર્યવાહી કરવામાં આવે છે. અને જો પોર ગામ માં ખાણીપીણી લારીઓ ઉપર આરોગ્ય ખાતું ત્રાટકે તો ઘણુંબધું સત્ય બહાર આવે તેમ છે.એક ગ્રાહક પોતાના પરિવાર સાથે એક પાણીપુરી ની લારી ઉપર પાણીપુરી ખાવા માટે ગયા હતા.અને ત્યારબાદ પાણીપુરી ઉપર સાફસફાઈ કરવામાં નથી આવતી અને ત્યારબાદ દિવ્યભાસ્કર ના રિપોર્ટર ને જાણ કરવામાં આવી હતી. ત્યારે દિવ્યભાસ્કર ના રિપોર્ટર સમગ્ર હકીકત જાણી તેમાં બેન્ક ઓક બરોડા ની સામે આવેલ શ્રી નાથ ભેલ પકોડી સેન્ટર ઉપર પ્રતિનિધિ તપાસ કરતા અમારા પ્રતિનિધિ ને ચોંકાવનારા દ્રષ્યો સામે આવ્યા .પહેલાં તો શ્રી નાથ ભેલ પકોડી સેન્ટર માં કોઈ પણ જાતની સાફસફાઈ કરવામાં આવતી નથી. અને ખાણી પીણાંની લારીઓ ના માલિક ગ્રાહક ને ખવડવામાં આવતો ખોરાક ચોખ્ખો છે.તેની માલીક દ્વ્રારા કોઈ પણ જાતની કાળજી લેવામા આવતી નથી. આ શ્રી નાથ ભેલ પકોડી સેન્ટર માં દિવ્યભાસ્કર ના રિપોર્ટર દ્વ્રારા રિયાલિટી ચેક કરતા પાણીપુરી લારી ઉપર થી સડેલા બટાકા …અને પાણીપૂરી માં વપરાતા ચના પણ સડેલા જોવા મળ્યા હતા. આવો ખોરાક ગ્રાહક ને ખવડાવામાં આવે તો તે ગ્રાહક ને કોઈ બીમારી થાય તેનો જવાબદાર કોણ ? અને શ્રી નાથ ભેલ પકોડી સે સેન્ટર નો માલિક અગાઉ વરનામાં પોલીસ સ્ટેશન ના એક પોલીસ કોસ્ટેબલ જોડે દાદાગીરી કરવામાં આવી હતી. આરોગ્ય ખાતું વડોદરા સીટી માં કાર્યવાહી કરે છે તો અમારા અહેવાલ પ્રસારિત કર્યા પછી આરોગ્ય ખાતું પોર ગામની મુલાકાત લે અને આવી ખાણીપીણાં ની લારીઓ જેવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.અને વડોદરા શહેર માં ઠેરઠેર જગ્યા એ દરોડા પાડે છે. અને વડોદરા ગ્રામ્ય વિસ્તાર આરોગ્ય વિભાગ તેમાં પોર ગામની ખાણીપીણી લારીઓ ની મુલાકાત લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અને આવા સડેલા વાસી ખોરાક ખાવાથી ગંભીર રોગ થાય છે.જેવા કે હાલ ચોમાસાની સિઝન જોઈ અલગ અલગ ગંભીર બીમારી જેવા કે ઝેરીમલેરિયા… કોલેરા… કમળો..જેવી ગંભીર બીમારી ના શિકાર બને છે.

LEAVE A REPLY