વડોદરાઃ વેસ્ટઈન્ડિઝની ક્રિકેટ ટીમ ઓક્ટોબરથી ભારતના પ્રવાસે આવી રહી છે. ત્યારે વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમમાં ઈન્ડિયા બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવન અને વેસ્ટઈન્ડિઝની ટીમ વચ્ચે બે દિવસની પ્રેકટિસ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ 29 અને 30 સપ્ટેમ્બરે યોજાશે. આ માટે આજે બંને ટીમે સવારથી જ પ્રેકટિસ શરૂ કરી હતી.
ગુરૂવારે આવી પહોંચ્યા હતા બંને ટીમના સભ્યો

27 તારીખની મધરાત સુધીમાં બન્ને ટીમના તમામ સભ્યોનું શહેરમાં આગમન થઇ ગયું હતું. સવારના સમયે વેસ્ટઈન્ડિઝ ટીમના તમામેતમામ સભ્યો આવી પહોંચ્યા હતા, જ્યારે પ્રેસિડન્ટ ઇલેવનના કપ્તાન કરુણ નાયર અને શ્રેયસ ઐયર સહિતના સભ્યો મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. અને આજે સવારથી જ પ્રેકટિસ શરૂ કરી હતી.

શહેરમાં આગમન બાદ વે.ઈન્ડિઝના ક્રિકેટરોએ પ્રેક્ટિસ કરવાનું ટાળ્યું

શહેરમાં આવ્યા બાદ વેસ્ટઈન્ડિઝના ક્રિકેટરોએ પ્રેક્ટિસ કરવાનું ટાળ્યું હતું અને 3 ક્રિકેટરોએ મોલની મુલાકાત લીધી હતી જ્યારે બીજા ક્રિકેટરોએ આરામ કર્યો હતો. તમામે તમામ ક્રિકેટરો શહેરની સૂર્યા હોટલ ખાતે રોકાયા છે. ત્યારે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે…સૌજન્ય

LEAVE A REPLY