પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં ગચ 15 ઓક્ટોબરના રોજ આઇસ્કીમનો વેપાર કરતા રાજેશભાઇ ચિમનભાઇ બારીયા (રહે. અંબાવ ગામ, ડભોઇ) મિત્ર ભાવેશ સાથે આઇસ્ક્રીમની ઉઘરાણીના રૂપિયા 80 હજાર લઇ મોટર સાઇકલ ઉપર પોતાના ગામ જઇ રહ્યા હતા. દરમિયાન તરસાલી હાઇવે ઉપર દાવત હોટલ પાસે મોટર સાઇકલ ઉપર ધસી આવેલા 4 જેટલા લૂંટારૂઓએ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. અને તેઓ મોટર સાઇકલ ઉપરથી પડી જતાં રૂપિયા 80 હજાર રોકડ મૂકેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદ અંગે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. જેમાં 4 વ્યક્તિઓ શિવમ કિરણ પરમાર (રહે. ઋષિ પાર્ક, ડભોઇ રોડ), મયુર ઉર્ફ ભગો જીતેન્દ્ર વસાવા ( રહે. શુભલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ડભોઇ રોડ), સુનિલ અરૂણ શર્મા (રહે. ઋષી પાર્ક, ડભોઇ રોડ) અને જસવંત ઉર્ફ લલ્લો નટવર કહાર (રહે. કહાર મહોલ્લો, નવાપુરા)ને ક્રાઇમ બ્રાંચની ટીમે સોમા તળાવ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી રૂપિયા 50,000 રોકડ પણ મળી આવી હતી. તેઓને રોકડ રકમ વિષે પૂછતા તેઓ જવાબ આપી શક્યા ન હતા. અને આઇસ્ક્રીમના વેપારીને લૂંટ્યાની કબૂલાત કરી હતી.

LEAVE A REPLY