તાજેતરમાં જ વાલીયા તાલુકાનાં ડુંગરી ગામ નજીક આવેલ કંપની દ્વારા કંપનીનું પ્રદુષિત પાણી ગામના તળાવ અને ખેતરોમાં છોડી મુકવામાં આવ્યું હતું. જેને પગલે વાલીયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા અને આગેવાનો તેમજ ગ્રામજનોએ તાત્કાલીક સ્થળ પર દોડી જઈ તપાસ કરી હતી. જે અંગે આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર જી.પી.સી.બી ની ટીમને જાણ કરી હતી. જે બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગતરોજ અંકલેશ્વર જી.પી.સી.બી ની ટીમે ડુંગરી ગામના ગામ તળાવ અને ખેતરોમાં ભરાયેલ પ્રદુષિત પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY