(કાર્તિક બાવીશી ,તસવીર કેયૂર મિસ્ત્રી )વલસાડ રૂરલ પોલીસે આજે વેહલી સવારે હાઇવે પરથી એક રિક્ષા માં ચોર ખાના માં સંતાડીને લાઈજવાતો દારૂ સાથે રિક્ષા ચાલક ની ધરપકડ કરી છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે વેહલી સવારે સુગરફેક્ટ્રી નજીક હાઇવે પર વાપી તરફ થી આવી રહેલી રિક્ષા નંબર જી.જે. 02 ટી. ટી. 6789 ના ચાલક દિનેશભાઈ મનુ ભાઈ પંડ્યા રહે. સુરત ના ઓને બાતમી ના આધારે વોચ ગોઠવી તેને ઝડપી પાડયો હતો. અને રિક્ષા ને અટકાવી તેની તલાશી લેતા રિક્ષા ની પેસેન્જર સીટ નીચે ચોર ખાના બનાવી તેમાં સંતાડેલો દારૂ બોટલ નંગ. 60 જેની કિંમત રૂપિયા 30,000 નો દારૂ નો જથ્થો ઝડપી પાડયો હતો. આ અંગે પોલીસે રિક્ષા ચાલક વિરૂધ્ધ પ્રોહિબિશન નો ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.વલસાડ રૂરલ પોલીસની ટીમ હંમેશા સારી કામગીરીમાં હંમેશા અગ્રેસર રહી છે

LEAVE A REPLY