(કાર્તિક બાવીશી )વલસાડ તાલુકાના ડુંગરી નજીક આવેલા શંકરતળાવ ગામ ખાતે વિજ કંપની દ્વારા મુકવામાં આવેલ ડીઓ ડીપીમાં આજે વહેલી સવારે સોટ સર્કીટ થી અચાનક ધડાકાભેર સાથે ડીપીમાં આગ ભભુકી ઉઠતા અંદરનું વાયરીંગ બળીને ખાક થઈ ગયું હતુ .જેને લઈને સમગ્ર ગામમાં અંધારપટ છવાયો હતો.જે અંગે ની જાણ ગામના યુવા સરપંચ રાકેશ પટેલે ને થતા તેમણે તરત ડુંગરી વિજ કંપની ના અધિકારી ને જાણ કરાતા વિજ કંપની દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરી નવુ ટ્રાન્સફોર્મર સહિત નવી ડીપી મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે જોયને ગ્રામજનો માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ હતી.

LEAVE A REPLY