(કાર્તિક બાવીશી )દિવ્યાંગ બાળકો પણ સામાન્ય બાળકોની કક્ષામાં આવી સમાજની મુખ્ય હરોળમાં આવી જીવન વ્યતીત કરી શકે તેવા હેતુથી કેન્દ્ર સરકાર અને એન.જી.ઓ અને સર્વ શિક્ષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે 3થી18 વર્ષના દિવ્યાંગ બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી દેશભરમાં અભિયાન ચલાવવામાં આવે છે.જે અંતર્ગત મંગળવારે વલસાડમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત દિલ્હી સંસ્થાના એચ.ઓ.ડી. મોસમી ભોમિક.એ જણાવ્યું કે દિવ્યાંગ બાળકોનું સમાજમાં સારું પૂન વસન થાઈ, બાળકો ઉંમરના હિસાબે બૌદ્ધિક વિકાસ થાય,બૌદ્ધિક ક્ષમતા વધે તેને ધ્યાનમાં રાખી બાળક નો શારીરિક વિકાસ જ નહીં,પરંતુ ભાવ વિકાસ, સામાજિક વિકાસ, વાતચીતનો વિકાસ ને ધ્યાનમાં રાખી એક શેક્ષણિક કીટ બનાવાઈ છે,જેમાં ઉંમર મુજબ તમામ પ્રકારની વસ્તુઓ મોબાઈલ,પઝલ,રંગોની ઓળખ,કેલકુલેટર સહિત 10 થી15 વસ્તુઓ સમાવતી શેક્ષણિક બેગ દરેક બાળકને આપ વામાં આવી છે,જેના થકી વાલીઓ બાળકને ઘરે પણ સમજાવી,શિખાવી શકશે.પ્રતિ બૅંગની કિંમત રૂ.15 હજારની આસપાસ છે.ડી.પી.ઓ જે.પી.પ્રજાપતિએ અપાયેલા શૈક્ષણિક કીટનો વાલીઓ મહત્તમ ઉપયોગ પોતાના બાળકો માટે કરે તેવું આહવાન કર્યું હતુ.

LEAVE A REPLY