સૌજન્ય-DB/ધરમપુર: વર્તમાન સમયમાં પરિણીત યુવતીઓ,મહિલાઓ રોજિંદા જીવનમાં પરિવારની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની સાથે વિવિધ ક્ષેત્રે તેમની પ્રતિભાઓ દાખવી કાઠું કાઢી નારી શક્તિ ઉજાગર કરી રહી છે. વલસાડ તાલુકાનાં વાંકલ ગામની પ્રતિષ્ઠિત પઢિયાર પરિવારની વહુ અને એક સંતાનની માતાની પ્રતિભા ઓળખી ગયેલી સાસુના સતત પ્રોત્સાહનના સથવારે પરિણીત યંગ લેડીએ સાથે સંલગ્ન ઓડેક્ષ ઈન્ડિયા સંસ્થા BRM એક વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ કરવાની 200km,300km,400km અને 600kmની ચાર તબક્કાની સાયકલિંગ રેસ માત્ર 42દિવસની અંદર પૂર્ણ કરી સિધ્ધી હાસલ કરી છે.

ધરમપુરમાં ક્લિનિક ચલાવતા ડો. દિગરાજસિંહ રમેશસિંહ પઢિયારની પત્ની હેતલ પઢિયારે સાસુ વીણાબેન પઢિયારના સતત પ્રોત્સાહન અને સાયકલિંગ વેળાએ સાથે રહી વહુને બળ પૂરું પાડ્યું હતું. સાસુ વહુની બેલડીએ સમાજમાં સ્નેહની એક અનોખી મિસાલ કાયમ કરી રાજપૂત સમાજનું ગૌરવ વધારી રહી હોવાનું પ્રતીત થાય છે. તાજેતરમાં રાજપૂત સમાજની સાહસિક પરિણીતા યંગ લેડીએ 400 kmનું અંતર સફળતાપૂર્વક પૂર્ણ કરી 40 કલાકની સમયમર્યાદાનું અંતિમ 600 kmનો તબક્કો હિમ્મત નહીં હારી 38કલાક 45મિનિટમાં પૂર્ણ કરી SR( સુપર રેંડોનર)નું મેડલ મેળવ્યું છે. આ અંતિમ તબક્કામાં સાસુએ ડ્રાઈવર સાથે વહુને સાયકલિંગ દરમ્યાન અમુક પોઈન્ટ પર સતત ઉપસ્થિત રહી પ્રોત્સાહન અને બળ પૂરું પાડ્યું હતું. યંગ લેડીએ હવે આગામી વર્ષે 1000 kmની સાયકલિંગમાં ભાગ લઈ સફળતા મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

1 વર્ષમાં સાયકલિંગના ચાર સફળ તબક્કા પૂર્ણ કર્યા

– 5 ઓગસ્ટ2018, વલસાડ-રાનકૂવા, રાનકૂવા-વલસાડ, 200 km, સમયમર્યાદા-13 કલાક- પૂર્ણ કર્યું 10 કલાક 10 મિનિટ
– 2 સપ્ટેમ્બર2018, પૂના-સતારા, સતારા-પૂના 300 km,સમયમર્યાદા- 20 કલાક- પૂર્ણ કર્યું 19 કલાક
– 18 ઓગસ્ટ 2018, સુરત-મનોર., મનોર- સુરત 400 km,સમયમર્યાદા – 27 કલાક – પૂર્ણ કર્યું 25 કલાક 40 મિનિટ
– 15 સપ્ટેમ્બર2018, બરોડા-પાલનપુર ઈકબાલગઢ, પાલનપુર ઇકબાલગઢ-બરોડા 600 km, સમયમર્યાદા – 40 કલાક – પૂર્ણ કર્યું 38 કલાક 45 મિનિટ

LEAVE A REPLY