Proud of Gujarat
GujaratFeaturedINDIA

બોડી મસાજની આડમાં ચાલતા લોહીના વેપાર પર પોલીસે ની રેડ….જાણો ક્યાં ત્રણ વિદેશી લલના, અેક ગ્રાહક અને મેનેજરની ધરપકડ

Share


કાર્તિક બાવીશી
વલસાડમાં તિથલ વિસ્તારમાં બોડી મસાજની આડમાં ધમધમતુ કુટણખાનુ ઝડપાયુ છે. જેમાં પોલીસે ૩ વિદેશી લલના અને અેક ગ્રાહક તથા મેનેજરની ધરપકડ કરી છે.કહેવાય છે કે મસાજ પાર્લર ચલાવતો ફૈજલ નામના શખ્સને કોઈપણ જાતની મહેનત વગર માલદાર થવાનો અરમાન જાગ્યા હતા. જોકે મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી ત્યારે આ ઈસમ અમીર તો નથી થઈ શક્યો પરંતુ પોલીસના મહેમાન બન્યો છે. ચર્ચા એવી પણ છે કે ફૈઝલ થોડા દિવસ અગાઉ થાઈલેન્ડ ફરવા ગયો હતો. થાઈલેન્ડમાં આ ફૈઝલને કેટલીક વિદેશી યુવતીઓ સાથે દોસ્તી થઈ હતી. ફૈઝલે થાઇલેન્ડની આ યુવતીઓને ભારતમાં દેહ વેપારના ધંધામાં આવવા આમંત્રણ આપ્યું અને પછી લોહીનો વેપાર શરૂ કર્યો.
વલસાડમાં તિથલના પોશ વિસ્તારમાં ઇન્ફીનિટી સ્પાની આડમાં ફૈઝલે કૂટણખાનાની શરૂઆત કરી હતી. બોડી મસાજની આડમાં અહીં લોકોની રાતો પણ રંગીન થવા લાગી હતી. વલસાડ ડીવાયએસપી એલ બી ઝાલાએ જણાવ્યું હતું કે વલસાડ સીટી પોલીસને બાતમી મળતા આજે એક ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કરવામાં આવી હતી અને પોલીસના છાપા દરમિયાન ત્રણ વિદેશી લલના એક ગ્રાહક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. તિથલ રોડ પર ચાલતા આ ઇન્ફીનિટી સ્પા માં સામાન્ય રીતે માત્ર મસાજ જ કરવામાં આવે છે તેવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગ્રાહક પાસેથી એક હજાર રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારબાદ ગ્રાહકની માંગ મુજબ બોડી મસાજની આડમાં લોહીનો વેપાર કરવામાં આવતો હતો. આ મેનેજર યુવતિઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવતો હતો. જે માટે ગ્રાહક પાસેથી ચારથી પાંચ હજાર રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ લલનાઓ થાઈલેન્ડની હોવાનું બહાર આવ્યું છે. હાલ તો આ ત્રણે થાઈલેન્ડની મહિલાઓ યુવતીઓ પ્રવાસી વિઝા પર ભારત આવી છે.
વલસાડ પોલીસે ઝડપાયેલ મેનેજર ફૈઝલના રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે. રાજ્યમાં શરૂ થયેલ આ સ્પા કલ્ચર હકીકતમાં સોફિસ્ટિકેટેડ દેહ હોવાનું અનેકવાર બહાર આવ્યું છે. કેટલીક કાયદાકીય ગુંચને કારણે અધિકારીઓની આવા કિશામાં ધીલીનીતિ ને લીધે સ્પા નો ધંધો વધુ વિકસી રહ્યો છે આવા મસાજ સ્પામાં યુવતીઓનું શોષણ થાય છે. યુવતીઓની મજબુરીનો લાભ લઇ રાતોરાત અમીર થવા માગતા ફૈઝલ જેવા સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. હાલ તો આ ત્રણે થાઈલેન્ડની મહિલાઓ યુવતીઓ પ્રવાસી વિઝા પર ભારત આવી છે. ત્યારે વ લસાડ સીટી પોલીસની વધુ તપાસમાં આ આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આર.ટી.આઇ કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાથીજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

ProudOfGujarat

1 comment

saiyed Abbas July 7, 2018 at 11:03 am

Good news

Reply

Leave a Comment

error: Content is protected !!