Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાપી-બરઇના ઝૂંપડામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ યુવકની ફૂટબોલ ટીમ ઓસ્ટ્રેલિયા સામે જીતી

Share

 
સૌજન્ય-તાજેતરમાં ડાંગની એક આદિવાસી યુવતી સરિતા ગાયકવાડે દોડમાં ભારતનું નામ વિશ્વભરમાં ગુજતું કર્યું છે, ત્યારે પારડીના બરઇ ગામના માત્ર 20 વર્ષિય નિરવની ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બ્લાઇન્ડ ફુટબોલ (આંતરરાષ્ટ્રીય કક્ષાએ) પસંદગી થઇ છે. ભારતની ટીમમાં એક માત્ર ગુજરાતના નિરવની પસંદગી થઇ છે, પરંતુ નિરવના ઘરની સ્થિતિ અતિશય ખરાબ છે. તેમના પિતા હાલ હયાત નથી. માતા ઘરકામ કામ કરી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. નિરવની ટીમ બુધવારે કેરલા ખાતેની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે વિજેતા બની હતી.

વલસાડ જિલ્લાની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ વખત વિશ્વકપ જીતી વિશ્વમાં ડંકો વગાડીયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ટીમનું સન્માન કરી ચુકયા છે. બ્લાઇન્ડ ક્રિકેટની સાથે હવે ફુટબોલમાં પણ આ બ્લાઇન્ડ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવશે. કારણ કે 19 સપ્ટેમ્બરથી ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય ફુટબોલ ટૂર્નામેન્ટ કોચી (કેરાલા)માં યોજાવાની છે. ભારતની ટીમમાં સૌ પ્રથમ વખત ગુજરાતના એક ખેલાડીની પસંદગી થઇ છે. જે વલસાડ જિલ્લાના પારડી નજીકના બરઇ ગામમાં રહેતા નિરવ જીતેન્દ્ર દાકે (ઉ.વ,20)નો સમાવેશ થાય છે. નિરવની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તે કાચા ઘરમાં રહે છે. પિતા થોડા વર્ષો અગાઉ અવસાન પામ્યા છે. નિરવના મમ્મી વિજુબેન દાકે લોકોના ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. આવી દયનીય સ્થિતિ વચ્ચે એક સામાન્ય આદિવાસી પરિવારના પુત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફુટબોલ ટૂર્નામેન્ટમાં પસંદગી થતાં પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. નિરવ હવે આંતરારાષ્ટ્રીય કક્ષાએ ફુટબોલ ટૂર્નામેન્ટની મેચો રમી પોતાના પરિવારનો આર્થિક સહારો પણ બનશે.

Advertisement

કપરાડાના ખેતરમાં ફુટબોલ રમી પ્રેકટિસ કરતો હતો

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફુટબોલ ટુર્નામેન્ટમાં પસંદગી પામેલા નિરવ બાળપણથી સંઘર્ષ કરી રહ્યો છે.તેણે ધોરણ 12 સુધી વલસાડની નેશનલ એશોસિયન ફોર ધ બ્લાઇન્ડ સંચાલિત સ્કુલમાં અભ્યાસ કર્યો હતો. ફુટબોલ ક્ષેત્રમાં સારુ પ્રદર્શન કરવા કપરાડાના અંતરયાળ માંડવાના ખેતરમાં ફુટબોલની પ્રેકટિશ કરતો હતો.

પ્રથમ મેચમાં જ ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું છે

વલસાડ જિલ્લા સહિત રાજયમાંથી બ્લાઇન્ડ ફુટબોલમાં માત્ર નિરવ દાકે એક જ ખેલાડીની પસંદગી થઇ છે. લાંબા સમયથી તે ફુટબોલની મેચોમાં સારુ પ્રદર્શન કરી રહ્યો હતો. જેના કારણે હાલ તેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઇ છે. આ ખેલાડી એકદમ ગરીબીમાંથી આવે છે. માતા ઘર કરી ગુજરાન ચલાવે છે. આ પરિવારને આર્થિક સહાયની જરૂર છે. કેરલા ખાતે બુધવારની મેચમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાને 2-0થી પછડાટ આપી હતી. આ ખેલાડીને પ્રોત્સાહન આપવા અનેક લોકો આગળ આવી રહ્યાં છે.સ્થાનિક આગેવાનોએ મદદ કરવી જોઇએ.દિલિપ જુગારી, કોચ, બ્લાઇન્ડ ફુટબોલ, વલસાડ


Share

Related posts

ઝઘડિયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

એક નહી બે નહી પણ 43 વાર કોરોનને માત આપી લંડનના આ 72 વર્ષીય શખ્સે..જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રીજી વિદ્યાલય ખાતે અવરનેશ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!