યુપી-બિહાર એકતા મંચ મેદાને :ગુજરાતમાંથી હિજરત નહીં અટકે તો ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીઓને તગેડી મુક્શું

 

ગુજરાતમાં રહેતા ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર થયેલ હુમલા અને હિજરતના પ્રત્યાઘાત હવે રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. ઉત્તરપ્રદેશમાં રોષે ભરાયેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સામે જંગ છેડ્યો છે. યુપી-બિહાર એકતા મંચે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જંગ-એ-એલાન નામથી પોસ્ટરો લાગ્યા છે. તેમાં લખ્યું છે કે ગુજરાતી નરેન્દ્ર મોદી બનાસસ છોડે. ઉત્તરભારતીયો પર હુમલાના વિરોધમાં બનારસમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે ગુજરાતમાં ઉત્તરભારતીયો પર હુમલા થઈ રહ્યાં છે અને પીએમ મોદી ચુપ છે.

2014માં લોકસભામાં નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટાઈને દિલ્હીની ગાદીએ બેઠા છે.બનારસવાસીઓએ કહ્યું ચીમકી ઉચ્ચારી કે જો ગુજરાતમાં ઉત્તરભારતીયો કે બિહારીઓની હિજરત નહીં રોકાય અને હુમલા થશે તો ઉત્તરપ્રદેશમાંથી પણ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયોને તગેડી મુકીશું. અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરભારતીયો જવાબ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વારણસીમાંથી જંગી મતોથી જીત્યા હતા.ઉત્તરપ્રદેશે સૌથી વધુ ભાજપના સાંસદો આપ્યા હતા બાદમાં ઉત્તરપ્રદેશમાં પણ ભાજપની સરકાર બનાવી. ત્યારે હવે બનાસરવાસીઓએ સીધો પીએમ મોદી સામે મોરચો માંડ્યો છે.
( સૌજન્ય અકિલા )

LEAVE A REPLY