Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ શહેર -પંથક માં ભગવાન વિશ્ર્વકર્મા જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

Share

મહા સુદ તેરસને સમગ્ર દેશમાં ભગવાન વિશ્વકમૉની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે  વિરમગામ ,માંડલ,દેત્રોજ સહિત જિલ્લાભરમાં  ગજ્જર સુથાર, લુહાર સુથાર, શિલ્પી  , સમાજના ઇષ્ટદેવ સૃષ્ટિના શિલ્પકાર ભગવાન વિશ્ર્વકર્મા ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિરમગામ શહેરમાં શ્રી વિશ્ર્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતી મંડળ દ્વારા શહેર ના પરકોટા વિસ્તારમાં આવેલ અંબા મા કોમ્યુનીટી હોલ ખાતે  ભગવાન  વિશ્ર્વકર્મા નું પુજન ,ભજન,ઘૂન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગજ્જર સુથાર સમાજ દ્વારા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના લુહાર પંચાલ સમાજ દ્રારા લુહાર કોડ વિસ્તાર થી શહેર ના રાજમાર્ગો પર વિશ્ર્વકર્મા ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જો ભગવાન વિશ્ર્વકર્મા ના મહાત્મ્ય ની વાત કરીએ ભગવાન વિશ્વકમૉએ પોતાના પુત્રો મનુ, મય,ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞને પૃથ્વી પર મોકલી સર્જનકાર્ય કરવા આદેશઆપ્યો હતો,ભગવાન કૃષ્ણની ઇચ્છા પ્રમાણે વિશ્વકર્માએ સમુદ્રની મધ્યમાંદ્ધારકા નગરીનું નિર્માણ કર્યું હતું મહા સુદ તેરસને સમગ્ર દેશમાં ભગવાનવિશ્વકમૉની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિશ્વકમૉનાવંશજો જેમને માનવામાં આવે છે તેવા મનુ(લુહાર), મય(સુથાર),ત્વષ્ટા(કંસારા),શિલ્પી અને દેવજ્ઞ (સોની) સમાજના લોકો પોતાના પૂર્વજ એવાભગવાન વિશ્વકમૉની પૂજા અર્ચના કરી કૃતજ્ઞ બને છે.ભગવાન વિશ્વકમૉને શાસ્ત્રોમાં
સર્જનના દેવ તરીકે વર્ણવામાં આવ્યા છે. પૌરાણીક માન્યતા પ્રમાણે પૃથ્વીની સર્જનહાર વિશ્વકમૉએ પોતાના પાંચપુત્રો મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞને સૃષ્ટીના સર્જનહાર તરીકે
કાર્ય કરવા માટે મોકલ્યા હતા. આ પાંચ પુત્રોના વંશજો દ્વારા જ સમગ્ર
સૃષ્ટી પર સર્જન કાર્ય કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ સમુદ્રની
મધ્યમાં દ્વારકા નગર વસાવવા માટે ખુદ ભગવાન વિશ્વકમૉને બોલાવ્યા હતા.તેમજ દ્વારકા નગર વસાવ્યું હતું. વિશ્વકમૉના વંશજો દ્વારા કરવામાં આવતાતમામ પ્રકારના સર્જન કાર્યો દ્વારા જ આ સચરાચર સૃષ્ટીનું સર્જન કાર્ય આગળ ધપી રહ્યું છે.
:- પીયૂષ ગજ્જર વિરમગામ

Share

Related posts

કોસંબાના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે સગા ભાઈઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 78 મી જન્મજ્યંતિ, રાહુલ ગાંધી થયા ભાવુક.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ભાદરવો જામ્યો : સાર્વત્રિક મેઘમહેર, મોસમનો કુલ વરસાદ ૭૫ ટકાને પાર…

ProudOfGujarat
error: Content is protected !!