Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કેચરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકારો ને અપમાનિત કરવા બાબત…

Share

વિરમગામ પત્રકાર સંઘ 
પ્રમુખ-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ 
 
 
પ્રતિશ્રી મુખ્યમંત્રીશ્રી 
ગુજરાત રાજ્ય 
ગાંઘીનગર 
 
વિષય- વિરમગામ તાલુકા સેવાસદન પ્રાંત કેચરી ના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા પત્રકારો ને અપમાનિત કરવા બાબત…
 
આજરોજ વિરમગામ તાલુકા પંચાયત ની ચૂંટણી યોજાઇ હતી.જેમા ચૂંટણી મા ચૂંટણી અઘિકારી તરીકે વિરમગામ પ્રાંત અઘિકારી હતા.તેઓ આવ્યા પહેલા અમો પત્રકાર વિરમગામ તાલુકા પંચાયત ની ચૂંટણીના કવરેજ માટે ચૂંટણી સભા ખંડ બહાર બેઠા હતા ત્યારે જ ચૂંટણી મા ફરજ બજાવવા આવેલ  અન્ય અઘિકારી તરીકે પ્રાંત અઘિકારી ના શિરસ્તેદાર એન.આર.પટેલ આવ્યા તરતજ અમોને ક્હયું તમે 5 મિનિટ મા બહાર નીકળી જજો..વાત એવી છેકે અમો ચૂંટણી સભા ખંડ મા અંદર કવરેજ માટે ગયા ન હતા અમો પત્રકાર બહાર  બેઠા હતા.ત્યારે ચૂંટણી અઘિકારી પ્રાંત અઘિકારી કે અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા અમોને કોઇ રોકટોક કરવામાં આવી નથી. માત્ર અમો પત્રકાર વ્યક્તિગત ટાર્ગેટ હોય પ્રાંત કચેરીના શિરસ્તેદાર એન.આર.પટેલ દ્વારા એવુ જણાવાયુ  કે તમે 5 મિનિટ મા બહાર નીકળી જજો તો આ કેવુ વર્તન છે.અને જાહેર મા અપમાનિત કર્યા હતા. પત્રકાર ચૂંટણી ના નિયમોને આઘીન ચૂંટણી ખંડ થી બહાર હતા જ્યાં કોઇ અડચણ રૂપ ન હતા ત્યારે ચૂંટણી નુ કવરેજ કરવા માટે બહાર હોવા છતા શિરસ્તેદાર દ્વારા અમોને ફરજ પર રુકાવટપેદા કરી અમારા કામ મા અડચણ રૂપ બન્યા હતા. આ બાબતે અમો પત્રકારો આ અઘિકારી સામે આપ શ્રી દ્રારા યોગ્ય કાર્યવાહી કરવા જણાવીએ છીએ જેથી આવી અપમાનિત ભરી ઘટનાઓ બીજીવાર ન બને. અને જો ભવિષ્યમાં પત્રકારોને ફરજ પર રૂકાવટ કરી અપમાનિત કરવામાં આવશે તો અમો વિરમગામ પત્રકાર સંઘ દ્રારા ગાંઘીચિઘ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેથી આપ ઘટતી કાર્યવાહી કરવા નમ્ર અપિલ છે.
(નોંઘ- નીચે એટેજ કરેલ ફોટો વિરમગામ પ્રાંત કચેરી ના શિરસ્તેદાર શ્રી એન.આર.પટેલ નો છે.)
 
:-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ 
પ્રમુખ-વિરમગામ પત્રકાર સંઘ
102,ઇન્દ્ર રેસીડેન્સી,મુનસર રોડ ,ખોડીયાર મંદિર સામે વિરમગામ,જિલ્લો- અમદાવાદ 
9824852783,9904452783
 
નકલ રવાના…
નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય 
મહેસૂલ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય 
કલેક્ટર શ્રી અમદાવાદ જિલ્લા
પ્રાંત અઘિકારી શ્રી વિરમગામ 
જિલ્લા પોલીસ વડા,અમદાવાદ 
નાયબ પોલીસ અઘિક્ષક,વિરમગામ વિભાગીય 

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલને 52 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરાના ગોરવા ઉંડેરા રોડ પર દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર પકડાયું

ProudOfGujarat

રાજયમાં સરકાર સર્જિત જળસંકટ હોવાનુ એહમદ પટેલનુ ટિવટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!