ન્યુઝ વિરમગામ
તસવીર વંદના નીલકંઠ વાસુકિયા

વિરમગામ શહેરમાં કાર્યરત યુવા શક્તિ ગૃપે વિરમગામાના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને લેખીતમાં રજુઆત કરી હતી. યુવા શક્તિ ગૃપ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, વિરમગામ વિધાનસભા મત વિસ્તારની પ્રજાનું પ્રતિનીધીત્વ ધરાવો છો. વિરમગામ વિધાનસભા વિકાસ લક્ષી મુદ્દા ૫ર ગંભીરતાપુર્વક ધ્યાન આ૫શો. ધારાસભ્યનું કાર્યાલય, ઉદ્યોગ એકમ, આરટીઓ, ઐતિહાસીક વારસો, તાલુકા પંચાયત બિલ્ડીંગ, ગ્રાન્ટ ફાળવણી, શિક્ષણ, સબ જેલ સહિતના મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપશો. વિરમગામની પ્રજા વરસોથી વિકાસ ઝંખી રહી છે. આ તમામ મુદ્દા વિરમગામ વિધાનસભા મત વિસ્તારને સ્પર્શતા છે. આ૫ વિરમગામ વિધાનસભા મત વિસ્તારની પ્રજાનું પ્રતિનીધીત્વ ધરાવો છો. વિરમગામ વિધાનસભાની પ્રજા આપની પાસેથી વિકાસની આશા ઝંખી રહી છે.

LEAVE A REPLY