Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર બાયપાસ ચોકડીથી મહંમદપુરા સર્કલ સુધીના દબાણો પર બુલડોઝર :૨૦૦થી વધુ દબાણો દૂર

Share

આગામી બે-ત્રણ દિવસ સુધી પાલિકા-બૌડા દ્વારા કામગીરી ચાલુ રહેશે

ટીમે બપોર સુધીમાં આ રોડ પર થયેલાં ઍદાજે ૨૦૦ થી વધુ દબાણોને દૂર કરાયાં

Advertisement

1 ભરૂચ ।

ભરૂચ નગરપાલિકાની હદમાં આવેલાં મહંમદપુરા સર્કલથી જંબુસર બાયપાસ રોડ સુધીના રોડ પર લોકોએ ગેરકાયદે રીતે લારી ગલ્લા ઉભા કરી દેવા સાથે કેટલાંક દુકાનદારોએ તેમની હદની બહાર પતરાના શેડ બનાવી જાહેર રસ્તા પર દબાણ કરતાં વારંવાર આ રોડ પર ટ્રાફિક સર્જાવાનો પ્રશ્ન ઉભો થાય છે.

સ્થાનિકો દ્વારા અવાર-નવાર ભરૂચ નગરપાલિકામાં ફરિયાદો કરવામાં આવી રહી હતી. દરમિયાનમાં ભરૂચ નગરપાલિકાની ટીમે સોમવારે અચાનક દબાણ શાખાની ટીમોને સાથે રાખી જંબુસર બાયપાસ ચોકડીથી દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ૫૦થી વધુ લોકોની ટીમ સાથે ટ્રેક્ટર-ટ્રેલર, ટેમ્પો સહિતના વાહનો લઈને ટીમ જંબુસર ચોકડીએ પહોંચી હતી. તેમજ રોડ પર અતિક્રમણ કરી ઉભા કરાયેલાં લારી-ગલ્લા ઉઠાવવાની કવાયત શરૂ કરી દેતાં દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘણા લોકોએ તેમની લારી-ગલ્લા ઉચકાઈ જતાં રોકકળ કરી ગરીબોની રોજીરોટી ના છીનવો તેવી માંગ કરી હતી. દબાણો દૂર કરવાની કામગીરી વેળાં ભરૂચ નગરાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તેમજ તેમની ટીમ હાજર હતી. સાથે સાથે બૌઠાની ટીમે પણ હાજર રહી કામગીરીમાં જોડાઈ હતી. ટીમે બપોર સુધીમાં આ રોડ પર થયેલાં અંદાજે ૨૦૦ થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યાં હતાં.

પુનઃ દબાણ ન થાય તે માટે મોનિટરીંગ કરાશે

ભરૂચ શહેરના મહંમદપુરાથી જંબુસર બાયપાસ ચોકડી સુધીના રોડ પર થયેલાં દબાણોની ફરિયાદોને લઈને આજે દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરાઈ હતી. આગામી બે-ત્રણ દિવસ સુધી કામગીરી જારી રાખી મહંમદપુરા સર્કલ સુધીના દબાણો દૂર કરવામાં આવશે. દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની બૂમ હતી. આગામી દિવસોમાં આ વિસ્તારમાં પુનઃ દબાણ ન કરે તે માટે ખાસ મોનિટરીંગ કરવામાં આવશે. હરીશ અગ્રવાલ, મુખ્ય અધિકારી, નગરપાલિકા, ભરૂચ.
ગેરકાયદે શેડ ઉભા કરનારને નોટીસો ફટકારાઈ

ભરૂચ નગરપાલિકાની ટીમોએ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરતાં કેટલાંક સ્થળે અમુક દુકાનદારોએ તેમની દુકાનની બહાર પાકા શેડ ઉભા કરી દીધાં હતાં. ટીમોએ તે પૈકીના કેટલાંક શેડ ઉતારી લીધાં હતાં. જોકે, કેટલાંક દુકાનદારોએ રજૂઆત કરતાં તંત્રએ રોડ પર ઉભા કરાયેલાં શેડ તેમજ અન્ય અસ્થાયી દબાણોને સ્વેચ્છિક દૂર કરી લેવા દુકાનદારોને બે દિવસની નોટિસ આપી હતી.


Share

Related posts

અષાઢી બીજના દિવસે રાજપીપળામાં રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી પોલીસે લાખોની મત્તાનો જુગારનો કેસ શોધી કાઢયો : પાંચની ધરપકડ : બે ફરાર.

ProudOfGujarat

સુરતના અમરોલી ખાતે મેલડી માં નાં પાટોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!