Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના દીવા ગામે ભાથીજી મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

Share

અંકલેશ્વર જુના દીવા ગામ ખાતે ભાથીજી મંદિર ના સત્સંગ ભવન માં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરી ના વાસણ વેચવા ની ફિરાક માં પીરામણ ગામ  બ્રિજ પાસે ઝાડી ઝાંખરા સંતાયેલા ચોર ને બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. ચોરી ના તપેલા નો ભંગાર પણ પોલીસે રિકવર કર્યા હતો.
ગત રોજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અંકલેશ્વરના જુના દીવા સ્થિત ભાથીજી મંદિર ના સત્સંગ ભવન માં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સેવા ભવનમાં થી 80 હજારના પિત્તળના વાસણો ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરુ કરી હ્યુમન ઇન્ટેલ ની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પીરામણ ગામ પાસે આંબલા ખાડી બ્રિજ પાસે એક ઈસમ ચોરી ના ભંગાર વેચવા માટે ફરી રહ્યો હોવા સાથે ઝાડી માં છુપાયેલો છે. જે માહિતી આધારે શહેર પોલીસની ટીમ આમલાખાડી પીરામણ ગામ નજીક વિસ્તાર કોર્ડન કરી સર્ચ કરતા ઝાડીમાંથી એક ઈસમ ને ઝડપી પાડ્યો હતો. તેની પાસે પીતળ ના વાસણ નો ભંગાર નજરે પડ્યો હતો. પોલીસે ત્વરિત તેની અટક કરી પોલીસ મથકે લઇ આવી પૂછપરછ શરુ કરી હતી. અંકલેશ્વર સંજય નગર ખાતે રહેતો  ભીમ પ્રસાદ અટમ રામ, દુલાર કેવત હોવાનું જણાવ્યું હતું ને તેની પાસે રહેલ ભંગાર જુના દીવા સ્થિત ભાથીજી મંદિર ના સત્સંગ ભવન ચોરેલા વાસણ નો ભંગાર હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ  મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

પાલેજમાં કોમી એખલાસ વચ્ચે પીર મોટામિયાં માંગરોળ નાં ઉર્શ નું સમાપન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ : 30 થી વધુ ગાડીઓ તાત્કાલિક સેવા માટે કાર્યરત

ProudOfGujarat

દહેજની રિલાયન્સ કંપનીમાં ગરમ પાણીની પાઈપ ફાટતા બે દાઝ્યા: ભરૂચ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા લઇ જવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!