મળતી માહિતી મુજબ હાલમાં ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નર્મદા જીલાલાનાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે પતંગ – દોરાની માંગ વધી છે ત્યારે નાના બાળકોથી માંડીને મોતી ઉમરના વૃદ્ધોમાં પણ આ પર્વ નિમિત્તે ખુશીની લહેર વ્યાપી છે ત્યારે ગત રોજ સરકારી શાળાની સામે શાળાના બાળકો પતંગની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જેમાં વિવિધ રંગની પતંગો જોવા મળતી હતી. તેમજ પતંગની સાથે સાથે દોરીને કલર કરાવવા માટે પણ ખુબ ભીડ જોવા મળતી હતી. સરકારી શાળા પાસે દોરીનું મોટા પાયે વેચાણ કરતા તેમજ કલર કરતા ઇમરાન મોરબિએ પોતાનું નામ પ્રચલિત કર્યું છે. અને કેવડીયાના બજારમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પતંગની સાથે અન્ય વેરાયટીઓ પણ માર્કેટમાં જોવા મળી રહી છે