ગણેશોત્સવને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની બેઠક, નિયમોના પાલન માટે તાકીદ : 5 ફૂટ સુધીની મૂર્તિનું પવિત્ર કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાશે; મોટી મૂર્તિઓને ભાડભૂત ખાતે વિસર્જન માટે મોકલવા અનુરોધ
ભરૂચ : આગામી તા. 14થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ગણેશોત્સવને અનુલક્ષીને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અધિક જિલ્લા કલેક્ટર આર.બી. ભોગાયતાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ...
