Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

SGFI ખો-ખો સ્પર્ધામાં નેત્રંગની ધમાકેદાર સિદ્ધિ: ત્રણેય ટીમો જિલ્લા ચેમ્પિયન : પી.એમ. શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળાના ખેલાડીઓએ તાલુકાનું નામ રોશન કર્યું; રાજ્ય કક્ષાએ ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે

Share

 

ભરૂચ :

Advertisement

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની ત્રિ-દિવસીય ખો-ખો સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની ત્રણેય ટીમોએ શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. ભરૂચના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા રમતગમત અધિકારી રાજન ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્પર્ધામાં જિલ્લાના નવ તાલુકામાંથી 35 ટીમોના 420થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં 192 ભાઈઓ અને 228 બહેનો સહિત ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતી પી.એમ. શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા, થવા તથા એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા, થવાના વિદ્યાર્થીઓએ રમતકૌશલ્ય, ટીમવર્ક અને આત્મવિશ્વાસનું શાનદાર પ્રદર્શન કરી ત્રણેય વયજૂથમાં વિજય મેળવ્યો હતો.

અંડર-17 ભાઈઓ અને બહેનોમાં પી.એમ. શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળાની બંને ટીમોએ વિરોધીઓને માત આપી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે અંડર-19 ભાઈઓની ટીમે પણ દમદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ ટીમમાં પી.એમ. શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળાના ખેલાડીઓ સાથે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળાના ત્રણ વિદ્યાર્થીઓ અને ત્રણ વિદ્યાર્થીનીઓએ પણ સંયુક્ત રીતે નેત્રંગ તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બનેલી ટીમોમાંથી પસંદગી પામનારા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

શાળાના આચાર્ય રંજનબેન વસાવાએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમતથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને નિર્ણયશક્તિ જેવા ગુણો વિકસતા હોવાનું જણાવ્યું હતું. ખેલાડીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, સંસ્થાના હોદ્દેદારો, રમતગમત શિક્ષકો, કોચ, માર્ગદર્શક શિક્ષકો અને ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

છોટાઉદેપુર : કુકરદા ગામે રસ્તાઓની બિસ્માર હાલતને પગલે ગ્રામજનોને હાલાકી.

ProudOfGujarat

ભરૂચના ધોળીકુઇ બજારમાં કપચી ભરેલું ટ્રેકટર અંડર ગ્રાઉન્ડ ગટરમાં ફસાઈ જતાં મુશ્કેલીઓ સર્જાઈ હતી.

ProudOfGujarat

અમદાવાદ : સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટસની મજા માણતી યુવતી નદીમાં પડી, ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!