Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મોંઘવારી અને મહિલા સુરક્ષાના મુદ્દે ગુજરાત લોકશાહી મંચ મેદાને : સસ્તા ભાવે અનાજ-શાકભાજીના સ્ટોલ શરૂ કરવા સહિત ચાર માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર, માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

Share

 

ભરૂચ  :

Advertisement

હાલની મોંઘવારી અને મહિલાઓ તથા બાળકીઓની સુરક્ષાના મુદ્દે ગુજરાત લોકશાહી મંચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મંચે જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ અને મહિલાઓ સામેના અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી વિવિધ પગલાં ભરવા રજૂઆત કરી છે.

ગુજરાત લોકશાહી મંચના જિલ્લા મુખ્ય સંયોજક કિરણ કે. વાઘેલાએ તા. 26 ઓક્ટોબર, 2026ના રોજ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ સહિતના પરિવારો માટે જીવનનિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ, મહિલાઓ અને બાળકીઓ સામે દુષ્કર્મ તથા ઘરેલું હિંસા જેવી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં સ્કૂલ, કોલેજ અને રોજગારી માટે બહાર જતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે.

મંચની ચાર મુખ્ય માંગણીઓ

ભરૂચ જિલ્લામાં સસ્તા ભાવે અનાજ અને શાકભાજી ઉપલબ્ધ કરાવવા સ્ટોલ શરૂ કરવામાં આવે.

મહિલા સુરક્ષા માટે હેલ્પલાઇનને અસરકારક બનાવવાની સાથે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવે.

મહિલાઓ પર અત્યાચારના કેસોમાં ઝડપી ન્યાય મળે તે માટે કાયદાકીય જોગવાઈઓ મુજબ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીની વ્યવસ્થા કરવામાં આવે.

જિલ્લા અને તાલુકા કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિઓની રચના કરવામાં આવે.

મંચે કલેક્ટર સમક્ષ આ માંગણીઓ અંગે સમયસર કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જો માંગણીઓ અંગે યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


Share

Related posts

ગોધરા તાલુકાના કલ્યાણા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના ઓરી ગામના શખ્સનું નર્મદા નદીમાં ડૂબી જતા મોત.

ProudOfGujarat

રાજપીપળા : જંગલ જમીનની સનદ ધરાવતા દેડીયાપાડાનાં ખેડૂતોને રેવેન્યુમાં સમાવી સરકારી લાભો મળે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!