ભરૂચ.
વડોદરા પશ્ચિમ રેલવે પોલીસના સુરત કેમ્પ ખાતે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ સુરત રેલવે સ્ટેશનથી પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. દરમિયાનમાં ટ્રેન ભરૃચ રેલવે સ્ટેશને આવી પ્લેટફોર્મ નંબર 3 પર આવી ઉભી રહેતાં તેઓએ સ્થાનિક પોલીસને સાથે રાખી ટ્રેનનો ગાર્ડ તરફનો વિકલાંગ કોચની બાજુનો કોચ તપાસવાનો બાકી હોઇ તેઓએ ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાનમાં બે બાથરૂમની વચ્ચે એક બેકપેક શંકાસ્પદ હાલતમાં બિવારસી મળી આવ્યું હતું. તેમણે કોચમાં બેઠેલાં મુસાફરોને તે અંગે પુછપરછ કરતાં તે પૈકીના કોઇએ બેગ અંગે માહિતી આપી ન હતી. જેના પગલે તેમણે બેગની તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય પદાર્થના બંડલો ભરેલાં હોવાનું જણાયું હતું.જેના પગલે તેમણે તુરંત એક્શનમાં આવી બેગ ભરુચ રેલવે પોલીસ સ્ટેશનમાં લઇ જઇ એફએસએલ ટીમની મદદથી તપાસ કરતાં બેગમાંથી 4 બંડલો મળી આવ્યાં હતાં. જેમાં રખોલાં પદાર્થનું પરિક્ષણ કરતાં તેમાં કેનાબીસના સક્રિય ઘટકો જણાતાં તેમાં નશીલો પદાર્થ ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે ગાંજાનું વજન કરતાં તેમાંથી કુ 5 કિલો 877 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. 1 કિલો ગાંજાની કિંમત 50 હજાર લેખે કુલ 2.93 લાખથી વધુનો મત્તાનો ગાંજો હોવાનું માલુમ પડતાં ટીમે અજાણ્યા શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
