Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનાં સમયમાં થયો ફેરફાર.

Share

અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને સાડા ત્રણ મહિના થઇ ચૂક્યા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન મેટ્રોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. આ નવો સમય 30 જાન્યુઆરી બાદ અમલી બનશે. મહત્વનું છે કે, હાલ સવારે 9 વાગ્યે મેટ્રો શરૂ કરવામાં આવે છે.

વહીવટી તંત્ર દ્વારા સવારે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સમયે મેટ્રો દોડતી થતાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે. જેના કારણે મેટ્રોને આવકમાં પણ ધરખમ વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, ટ્રેન શરૂ થયાના 3 મહિનામાં કુલ 39.96 લાખ લોકોએ મેટ્રોની મુસાફરી કરી છે.

Advertisement

PM મોદીના હસ્તે ગત 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના બે દિવસ બાદ નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં 17 સ્ટેશન અને ઉત્તરથી દક્ષિણમાં 15 સ્ટેશનો એમ બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન દોડતી થઈ ગઈ છે.


Share

Related posts

ગોધરાની શ્રીજી નગર સોસાયટીનાં રહિશોએ મેન ગેટ બહાર લગાવ્યા પોસ્ટર બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.

ProudOfGujarat

ભાવનગર યુનિવર્સિટીને નિયત સમયસીમા સુધીમાં યુ.જી. અને પી.જી. માટે કુલ ૨૯ અરજી મળી.

ProudOfGujarat

રાજપીપળા અને ગ્રામ્ય વિસ્તારના મળી ૧૬ ડાયરેકટ કનેકશન દ્વારા વીજ ચોરી કરતા ગ્રાહકોને ૨.૩૭ લાખનો દંડ ફટકારાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!