Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોસાલી શાળામાં તાલુકા કક્ષાની ‘પોષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ :  પોષણના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું, વિજેતાઓ સહિત સહભાગીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

Share

 

વાંકલ :

Advertisement

પોષણ માહ તથા ‘પોષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬’ અંતર્ગત મોસાલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના વિવિધ વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ગામીત, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સમીર ચૌધરી, નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, સી.ડી.પી.ઓ. માંગરોળ-૧ દક્ષાબેન ચૌધરી તથા સી.ડી.પી.ઓ. માંગરોળ-૨ કિર્તી જે. વકાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દીપ ટ્રસ્ટના મનીષભાઈ, ચેતના વાત્સલ્યના જીગ્નેશભાઈ, રેખાબેન વારેચા, આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર, સ્ટાફગણ તથા આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે ડૉ. સમીર ચૌધરીએ પોષણયુક્ત આહારના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓએ પોષણ અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. સ્પર્ધાના અંતે મહાનુભાવોના હસ્તે વિજેતાઓ તેમજ તમામ સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


Share

Related posts

ઝઘડિયાની સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ શાળા નજીક ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ.

ProudOfGujarat

અમદાવાદમાં 9 કિલો ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે સરદાર બ્રિજ નીચે ચાલતા રેતી કૌભાંડ ઝડપી પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી 8 ઇસમો સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!