Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આતંક..

Share

ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર સંકુલના નવનિર્મિત હૉલની બારીના કાચ અને સીસીટીવી કેમેરા અસામાજિક તત્વો એ પથ્થરો મારી તોડી નાંખ્યાં હતાં.

ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. સિધ્ધનાથ નગર નજીક સેવાશ્રમ હોસ્પિટલની પાછળ આવેલી નીલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ પથ્થરો મારી નવનિર્મિત હોલની બારીના કાચ અને સીસીટીવી તોડી નાંખ્યાં હતાં. સવારે રાબેતા મુજબ ટ્રસ્ટીઓ વાડીએ પહોંચતા હૉલની ત્રણ બારીનાં કાચ તૂટેલા નજરે પડ્યાં હતાં અંદર જઈ તપાસ કરતા અંદરનાં ભાગે કાચનાં ટુકડા અને પથ્થરો પડેલા જણાયા હતાં, તો બહારની બાજુએ લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ અસામાજિક તત્વોએ તોડી નાંખ્યાં હોવાનું જણાયું હતું. આ બનાવ સંદર્ભે ટ્રસ્ટીઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ પૂર્વે પણ આ નવનિર્મિત હૉલનાં સ્થાને રહેલ ટ્રસ્ટ ની જૂની ઓફીસને પણ સળગાવી મુકવાનો પ્રયાસ કરાયો હતો. તે સમયે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પણ કોઈ અસામાજિક તત્ત્વોને ઝડપી તેની સામે કાર્યવાહી કરવામાં સફળતા મળી ન હતી. પરંતુ આ વખતે સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસ સાચી દિશામાં કામગીરી કરશે તો આવા અસામાજિક તત્ત્વોને ઝડપી લઈ કડક કાર્યવાહી કરશે તો અહીં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવી શકાશે.

Advertisement

Share

Related posts

નડિયાદ : અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬ મા  પ્રાગ્ટય મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ProudOfGujarat

વડોદરામાં મહાવીર જયંતી પૂર્વે આજે સાંજે ‘અહિંસા રેલી’ યોજાશે.

ProudOfGujarat

માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી 321 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!