Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાંચબત્તી ખાતે જનજાગૃતિ અભિયાન દ્વારા નગરપાલિકા પર કરાયા આક્ષેપ.

Share

ભરૂચમાં ઘણા લાંબા સમયથી વરસાદી પાણીનો ભરાવો, રસ્તાનું પેચવર્ક કામ, ભૂગર્ભ ગટર સહિતના કાર્યો પેન્ડિંગ હોય તેવા સમયમાં આજે ભરૂચના એક સિનિયર સિટીઝન બિપીનચંદ્ર જગદિશવાલા દ્વારા માથે ટોપી ધારણ કરી સિટી વગાડી પોતાના શરીર પર બેનર ધારણ કરી નગરપાલિકા દ્વારા લોકહિતના કાર્યો થતાં નથી તેવું બેનર લટકાવી જનજાગૃતિ અભિયાન કર્યું હતું.

આકર્ષણનું કેન્દ્ર બનેલ આ અભિયાન દ્વારા ભરૂચ નગરપાલિકાની પોલ ખુલી હતી. તેમણે જણાવ્યું હતું કે પાંચબત્તી અને અન્ય વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા દ્વારા જંગી રકમનો ખર્ચ કરવામાં આવે છે. વિકાસના નામે ફાળવવામાં આવતા રૂપિયાથી કોઈ પ્રજાલક્ષી કામગીરી કે કોઈ અન્ય કાર્યો થયા હોય તેવું પાંચબત્તી સહિતના વિસ્તારોમાં જોતાં લાગતું નથી. આ સહિતના અનેક વિસ્તારોમાં ભરૂચમાં વર્ષોથી “જૈસે થે” ની સ્થિતિમાં છે તો આજે અહીં વિકાસના નામે વપરાતા પ્રજાના રૂપિયાનું નગરપાલિકા આખરે શું કરે છે? તેવા વેધક સવાલ આકર્ષણનું કેન્દ્ર બનેલા આ જનજાગૃતિ અભિયાન દ્વારા કરાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની નવી શરૂઆત : જરૂરિયાતમંદ બહેનોને મળશે લાભ.

ProudOfGujarat

ભરૂચમાં વિવિધ સરકારી પદની ભરતી માટેની પરીક્ષાઓમાં 1760 પૈકી 1398 ઉપસ્થિત રહ્યાં

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કોરોનાનો બોમ્બ ફૂટયો હોય એમ એક સાથે 18 જેટલા જિલ્લાનાં લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઇને જિલ્લાનાં આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!