Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ પોલીસ મથકમાં નગરના હિંદુ – મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

Share

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસ સંદર્ભે કરજણમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે હિન્દુ મુસ્લિમના પ્રતિષ્ઠિ આગેવાનોને સાથે રાખી કરજણ પોલીસ મથકના પી. આઈ. એમ. એસ. પટેલ, પી. એસ. આઈ. સોલંકી, તેમજ પી. એસ. આઈ. રાઠવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. શાંતિ સમિતિની બેઠકનો મુખ્ય હેતુ નગરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે પી. આઈ. મેહુલ પટેલ દ્વારા વિશેષ અપીલ કરાઈ હતી.

કરજણ નગરમાં હિન્દુ – મુસ્લિમ સંપ્રદાયના લોકો ભાઈચારાથી રહે તે બાબતે પણ પ્રતિષ્ઠિત આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. જેમાં કરજણના પૂર્વ નગર પાલિકા પ્રમુખ સાજનભાઈ ભરવાડ દ્વારા સેવાસદન ચોકડી પાસે સીસીટીવી કેમેરા મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી તેમજ સેવાસદન ચોકડી પાસે અવારનવાર અકસ્માતોના કેસો બનતા હોય તે હેતુથી સીસીટીવી કેમરાની માંગ કરવામાં આવી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ: તમામ તાલુકામાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રો શરૂ   :   આત્મા પ્રોજેક્ટ હેઠળ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, ખેડૂતોને મળશે યોગ્ય ભાવ અને ગ્રાહકોને મળશે રાસાયણમુક્ત પેદાશો

ProudOfGujarat

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીના ઉપયોગથી અમદાવાદ જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!