Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગ્રીષ્મા હત્યા કેસમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહીલા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુવતીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

Share

સુરતના કામરેજ ખાતે એક યુવતીનું સરેઆમ જાહેર માર્ગ પર ગળું કાપી હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ખુબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઘટનામાં સંડોવાયેલા નરાધમને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે.

આ ઘટના સામે આવતાની સાથે જ ગુજરાતભરમાં બનાવ અંગે ઘેરા પ્રત્યાઘાત સાથે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસની મહિલાઓ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સરકારના કાયદા અંગેની ઢીલી નીતિના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. જિલ્લા કોંગ્રેસની મહિલાઓ દ્વારા રાજ્ય સરકારની કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ બાબતે સૂત્રોચાર અને પોસ્ટર સળગાવવામાં આવતા પોલીસે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતની મહિલા કાર્યકરોની ધરપકડ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં નાનાસાંજા ગામે જુગાર રમતા આઠ જુગારીયાઓ ઝડપી પોલીસે કુલ રૂપિયા ૨૪,૩૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચ : વરસાદી પાણી વચ્ચે સેગવા ગામની સગર્ભા માતાની વ્હારે તબીબી ટીમ આવી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાએ ત્રણ કૃત્રિમ કુંડોમાં પાંચ નદીઓના પવિત્ર જળથી કરાવ્યું વધામણું : ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!