Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુ.પી માં ભાજપની જીત થતા ઝંખવાવમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો.

Share

યુ પી માં ભાજપનો ભવ્ય વિજય થતાં માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.

યુપી સહિત વિવિધ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીતના સમાચાર આવતા માંગરોળ અને ઉમરપાડા તાલુકા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો હતો. સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા, જીલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી, સિંચાઇ સમિતિના અધ્યક્ષ અફઝલખાન પઠાણ, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મુકુંદભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી સહિત બંને તાલુકાના સંગઠનના આગેવાનો તેમજ અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા ઝંખવાવ ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

ProudOfGujarat

રાજપીપળામાં વરસાદ વરસતા વીજળી ડુલ : વીજ કંપની સામે લોકોમાં રોષ

ProudOfGujarat

નડીયાદ : પતિ સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!