Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : નવી નગરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, વરલી મટકાનો જુગાર રમતા ૧૧ જુગારી હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા…!!

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ મોનીટરીંગ સેલના એક બાદ એક સફળ દરોડાઓથી પ્રોહીબિશન અને જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટની લાગણી છવાઈ છે, ત્યારે વધુ એક સફળ રેડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલે ૧૧ જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

અંકલેશ્વરના નવી નગરી વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસે કુલ ૧૧ જુગારીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ચાર મહિલા સહિત પુરુષોનો સમાવેશ થાય છે, પોલીસે તમામ જુગારીઓ પાસેથી ૨૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે જુગારધામના મુખ્ય સૂત્રધાર મહિલા સહિત અન્ય બે ફરાર હોવાનું સામે આવી રહ્યું છે, હાલ તો તમામ જુગારીઓને ઝડપી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બે નંબરી તત્વોમાં ફફડાટ છવાયો છે.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં 30 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં

ProudOfGujarat

પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારો સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં મેઘરાજાને મનાવવા મહિલાઓએ હોમ-હવન કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!