Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ફુરજા રોડ પર આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમતા બે ઇસમોને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા..!!

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા જુગારીઓ ઉપર લગામ લગાવવા પોલીસે કવાયત હાથધરી છે, છેલ્લા એક માસમાં વિવિધ સ્થળેથી પોલીસે અનેક જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં વધુ એક ઘટના ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાંથી સામે આવી છે.

ભરૂચના ફુરજા રોડ બાદશાહી મસ્જીદ પાસેથી સટ્ટાબેટિંગનો જુગાર રમતા બે ઇસમોને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી હજારોનો મુદ્દામાલ કબ્જે કરતા ફફડાટ છવાયો હતો, પોલીસે મહંમદ સલીમ ઇબ્રાહીમ મલેક,રહે.પારસી વાડ, વેજલપુર, ભરૂચ તેમજ મોહમ્મદ શોયેબ મોહંમદ હનીફ કુરેશી રહે,ભઠિયારવાડ ભરૂચનાને રૂપિયા ૨૬ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

અમદાવાદમાં ફાયર એનઓસી વિનાની 27 બિલ્ડિંગો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ.

ProudOfGujarat

વલસાડ નગરપાલિકાના “સેવકો “મોગરાવાડીમાં નજર નાખો ગંદકીનો “નજારો “જોવા મળશે…

ProudOfGujarat

હાજી અહમદ મુન્શી આઇ.ટી .આઇ .ભરુચ માં (convocation ceremony)પદવી સમારોહ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!