Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાંધીનગર વિધાનસભામાં ઘેરાવ કાર્યક્રમમાં જઈ રહેલા કરજણ તાલુકા કોંગી કાર્યકરોની કરજણ પોલીસે કરી અટકાયત.

Share

ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં જઈ રહેલા કરજણ તાલુકા કોંગ્રેસના કાર્યકરોને કરજણ પોલીસે અટકાયત કરી હતી. રોજબરોજ મોંઘવારી તેમજ શિક્ષિત બેરોજગારી અને પેપરલીક આક્ષેપના મુદ્દે ગાંધીનગર વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ગાંધીનગર વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ગામડાઓમાંથી તેમજ શહેરોમાંથી કોંગી કાર્યકરો ભેગા થઈ આંદોલન કરવાનાં હતા.

તે બાબતની જાણ થતા કરજણ પોલીસ એક્શનમાં આવી હતી થઈ હતી અને કરજણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આજે તા. 28/03/2022 ના રોજ સવારે કોંગ્રેસ શહેર પ્રમુખ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુભાઇ પટેલ, કોંગી અગ્રણી ભાસ્કર ભાઈ ભટ્ટ તેમજ કોંગ્રેસ યુવા યુથ પ્રમુખ ભૌમિક પટેલની તેઓના નિવાસ સ્થાનેથી કરજણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

માંગરોળમાં ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં કાર્યકરોએ દેખાવ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચમાં રોટરી કલબ દ્વારા કોરોનાની દવાઓનું વિનામુલ્યે વિતરણ કરતાં ધારાસભ્ય દુષ્યંત પટેલ.

ProudOfGujarat

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરુચ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તેમજ જીવનસાથી પરિચય પસંદગી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!