Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડાના ઉભારીયા ખાતે ક્વોરી ખાણ બંધ કરાવવા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પાઠવાયું.

Share

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે આવેલ એસ.વાય.મોતાલા સ્ટોન ક્વોરીનું કારખાનું તથા ખાણમાંથી ભારે વિસ્ફોટક પદાર્થો વડે બ્લાસ્ટીગ (વેગન મશીનથી) થતું હોય, બ્લાસ્ટિગના સમયે ધરતીકંપ જેવા આંચકા અનુભવાતા હોય, સ્ટોન ક્વોરીની ખાણ ગામના રેહણાક વિસ્તારની નજીક હોય જે ગ્રામજનો માટે મોટી જાનહાનિ સમાન છે. ખાણમાં ભારે વિસ્ફોટના કારણે ગામના પાકાં મકાનોમાં તિરાડ પડી રહી છે. બ્લાસ્ટિગના ધ્રુજારાના કારણે બોર કૂવાના પાણીના સ્તર ઉંડા ઉતરી રહ્યા છે. જે ભવિષ્યમાં પાણીનો વિકટ પ્રશ્ન ઉદભવે તેમ છે. એસ. વાય.મોતાલાની ખાણ સમસ્ત ગ્રામજનો માટે આફતરૂપ છે. જેથી આ ક્વોરી અને ખાણને કાયમ માટે બંધ કરવામાં આવે એવી ઉમરપાડા તાલુકા મામલતદારને ગ્રામજનો એ આવેદનપત્ર આપી માંગ કરી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાળા પર થયેલ હુમલા પ્રકરણમાં 10 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન

ProudOfGujarat

અંકલેશ્વર માંથી બે વિદેશી દારૂ ના કેસો કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!