Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખાનગી શાળાઓમાં ફી વધારો તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા સહિતની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર..!!

Share

આજરોજ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો એ ઉપસ્થિત રહી હાથમાં પ્લેકાર્ડ તેમજ સુત્રોચ્ચાર કરી પ્રાઇવેટ સ્કૂલની ફી વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા FRC કમિટીમાં વાલી સભ્યોનો સમાવેશ સહિતની અન્ય માંગણીઓ સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

વધુમાં આવેદનપત્રમાં જણાવામાં આવ્યું હતું કે પંજાબ અને દિલ્હીમાં ખાનગી શાળાઓમાં ફી વધારા અને ડોનેશન પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બુટ-મોજા ખરીદી બાબતે દબાણ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક્ક મળવો જોઈએ તેમ મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્રમાં જણાવાયું હતું.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદ ખાતે પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા તિરંગા રેલી યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં ટીંબી ગામનાં પાટીયા પાસે પોલીસ કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!