Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં આગ લાગતાં બે કાર બળીને ખાખ.

Share

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ઔધોગિક વસાહતો હોય કે વાહનો છેલ્લા એક માસમાં જિલ્લામાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે વધુ એક ઘટના ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં આગ લાગતાં બે કાર બળીને ખાખ થઈ ગઈ છે.

આજે ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર લાશકરો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની લપેટમાં આવી જતાં બે વાહનો બળીને ખાખ થયાં હતાં. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

જી.ટી.યુ નાં ફાર્માસ્યુટીકલ મેનેજમેન્ટ અફેર્સમાં ભરૂચની દુલારી પરમારને ગોલ્ડમેડલ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ગોલ્ડમેડલ એનાયત કરાયો

ProudOfGujarat

લાંચના કેસમાં બે આરોપીને ચાર વર્ષની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

શુક્રવારનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને આજે સાંભળવું , આજે જીવનમાં થઈ જશે આ મોટા ફેરફાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!