Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચેની તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત.

Share

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજતાં વારસિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. મૃતકના માથાના ભાગે ઘા તથા ગળાના ભાગે ટુંપો દીધો હોવાના નિશાન મળી આવ્યા છે.

શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ભૂંડવાસમાં રહેતા મનોજભાઈ મોતીલાલ ચૌહાણ હાથીખાના અનાજ બજારમાં મજૂરી કામ બંધ કરી ભંગાર વીણી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભંગાર વીણવા તેઓનો મિત્ર મુકેશ કનુભાઈ વસાવા ( રહે – આર.ટી.ઓ. પાછળ વારસિયા) પણ સાથે જતો હતો. ગઇકાલે સાંજના સુમારે મનોજભાઈની પત્ની સુશીલાબહેનને જાણવા મળ્યું હતું કે, વારસિયા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટ પાસે તેમના પતિની હત્યા થઈ છે. જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં મનોજભાઈના માથાના ભાગે ઈજા થઈ હોય લોહી વહી રહ્યું હતું અને ગળાના ભાગે ટૂંપો આપ્યા હોવાના નિશાન હતા. મૃતકની પત્નીએ શંકા વ્યક્ત કરી હતી કે, તેમના પતિ અને મુકેશભાઈ વચ્ચે ભંગાર વીણવા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. જેની અદાવત રાખી મુકેશે તિક્ષ્ણ હથિયાર ઢીમ ઢાળી દીધું હોવાની શક્યતા છે. ઉપરોક્ત ફરિયાદના આધારે વારસિયા પોલીસે મુકેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

અમદાવાદમાં મ્યુ. દ્વારા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ વિસ્તારમાં દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

ટંકારીયા ખાતે જુગારધામ ની રેડ દરમ્યાન બીહામણા દ્ર્શ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!