Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બે કાર અથડાતાં એકનું મોત નીપજયું.

Share

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી ગામ નજીક સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વડોદરા તરફ જતા બે કાર અથડાઈ હતી. અહીંયાથી કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન આ કારને પાછળથી આવતી અન્ય એક કાર એ ટક્કર મારી હતી.

આ અકસ્માતના બનાવમાં બંન્ને ગાડીને નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 5 લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ થોડા સમય માટે અહીંયા ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો. ચકલાસી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક નૉ જંગ -ચૈતર ના ભાષણો પર પોલીસ ની ચાંપતી નજર

ProudOfGujarat

જુના તવરા ગામે ચિંતનાથ મહાદેવ મંદિરે સમૂહ જવારા સ્થાપનાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!