Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી ઉઠતા ચાલકનું મોત.

Share

વડોદરાના સિંધરોટ રોડ પર ઇકો કારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર ચાલક આગની લપેટમાં આવતા બળીને ભડથું થઇ જતાં તેનું મોત નીપજયું હતું.

વડોદરાના સિંધરોટ રોડ પર વહેલી સવારે ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આ આગના બનાવમાં ઇકો વાહનનો ચાલક બળીને ભડથું થઇ ગયો હતો. આગ લાગવાની જાણ થતા વડીવાડી ફાયર બ્રિગેડના કાફલાને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોય તેવું માનવામાં આવ્યું છે. આ આગના બનાવના પગલે તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં નર્મદામૈયા બ્રિજ પરથી વિદેશી શરાબ ભરી વહન થતી સ્વીફ્ટ કાર ઝડપી પાડતી પોલીસ : લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન થયું

ProudOfGujarat

અંકલેશ્વર રાગિણી સિનેમા નજીક ઉછીના નાણાં પરત આપવા બોલાવી હુમલો થયો હોવાનો બનાવ બનતા સનસનાટી સર્જાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!