Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ડભાણ રોડ પર આવેલ માસ્ટર ડીજીટલ સોલ્યુશન એજન્સીએ કર્મચારીઓને કરોડોનું ફુલેકું ફેરવ્યાનો આક્ષેપ.

Share

નડિયાદમાં ડભાણ રોડ પર ડેટા એન્ટ્રીનું કામ કરતી માસ્ટર ડીજિટલ સોલ્યુશન નામની એજન્સીની ઓફીસ આવેલી છે. જ્યાં અમુક રકમ ભરીને યુવાનોને તેમજ ઘરે બેઠા મહિલાઓને ડેટા એન્ટ્રીનું કામ કરાવવામાં આવતા હતા. તેમજ કેટલાક કર્મચારીઓને તેઓની ઓફિસમાં જ એન્ટ્રી માટે બોલાવવામાં આવ્યા હતા.

જેમાં શરૂઆતમાં તમામના એકાઉન્ટમાં નાણાં પડતા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી આ નાણાં આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતુ. જેથી સંચાલકોએ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું લાગતા અહીયા હોબાળો મચ્યો હતો. ભોગ બનનાર લોકોના ટોળેટોળા
ડભાણ કચેરીઓ પહોંચી ગયા હતા. જેથી મામલો ગરમાયો હતો. જેના કારણે નડિયાદ ગ્રામ્ય પોલીસને દોડી જવાની ફરજ પડી હતી. ખાસ કરીને યુવાનોને આર્થિક પ્રલોભન આપી નાણા મેળવ્યાં હોવાના આક્ષેપો થયા છે. આ એજન્સી ડેટા એન્ટ્રીનું કામ કરે છે. યુવાનોએ આક્ષેપો કર્યા છે કે, તેઓની પાસે 25 હજાર ઉઘરાવી અને કેપચાનો ઓટીપી આપી ડેટા એન્ટ્રીના કામ માટે લાલચ અપાતી હતી. શરૂઆતમાં આ એજન્સીએ માસિક 20 હજાર આપ્યા હતા. ત્યારબાદ 5 મહિનાથી એજન્સીએ નાણાં આપવાનું બંધ કરતા લોકોએ આજે ભારે હોબાળો મચાવ્યો છે. હોબાળો એટલી હદે વધતાં કે પોલીસને ઘટના સ્થળે દોડી જવું પડ્યું હતું. ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી લગભગ 20 હજાર લોકો છેતરાયા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

શેર બજારમાં ટીપ્સના બહાને ગઠિયાએ એકાઉન્ટની વિગતો લઈ ૧૦ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યુ

ProudOfGujarat

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા

ProudOfGujarat

કલેકટર કચેરી અમદાવાદના ઉપક્રમે વિરમગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય તપાસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!