Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી કન્યાશાળામાં નવા દાખલ થનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે કન્યાશાળામાં ધો.૧ માં નવા દાખલ થનાર બાળકોને શાળામાં આવકારવા પ્રવેશોત્સવ યોજાયો હતો. આયોજીત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેન વસાવા, તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, રાજપારડીના સરપંચ કાલીદાસભાઈ વસાવા, સી.આર.સી શૈલેષભાઈ વસાવા, પંચાયત સદસ્ય નિલેશભાઈ તથા પુનમભાઈ, શાળાના આચાર્ય વિપુલભાઇ રોહિત, શિક્ષકો,વાલીઓ, બાળકો તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજીત કાર્યક્રમમાં ધોરણ ૧ માં નવો પ્રવેશ મેળવનાર બાળકોને ગણવેશ, સ્કુલબેગ ઉપરાંત નોટબુક, પેન્સિલ,રબર જેવી અભ્યાસ ઉપયોગી વસ્તુઓ આપીને તેમને આવકારવામાં આવ્યા હતા. નવા આવનાર બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અત્રે ઉપસ્થિત અગ્રણીઓએ બાળકોને અભ્યાસમાં ધ્યાન આપીને શિક્ષણમાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળા પરિવારે ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડી ખાતે અલગ અલગ સાર્વજનીક સ્થળે મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.

ProudOfGujarat

સુરત : એસ.એમ.સી આવાસમાં જુગાર રમતા નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!